For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kiss for Peace! પોપ અને ઈમામના આ ફોટાએ સોશિયલ મીડિયા પર કર્યો તમાશો

પહેલી નજરમાં તમને લાગશે કે પોપ ફ્રાંસિસ અને ગ્રાંડ ઈમામ શેખ અહમદ અલ તૈયબ વચ્ચે આ શું થઈ રહ્યુ છે પરંતુ તમને જણાવી દઈએ કે બંને વચ્ચે એક ઐતિહાસિક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર થયા છે.

|
Google Oneindia Gujarati News

પહેલી નજરમાં તમને લાગશે કે પોપ ફ્રાંસિસ અને ગ્રાંડ ઈમામ શેખ અહમદ અલ તૈયબ વચ્ચે આ શું થઈ રહ્યુ છે પરંતુ તમને જણાવી દઈએ કે બંને વચ્ચે એક ઐતિહાસિક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર થયા છે. જેમાં બધા ધર્મો વચ્ચે શાંતિની અપીલ કરવામાં આવી છે. આ ઐતિહાસિક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા બાદ બંને ધર્મગુરુઓએ હોઠ પર ચુંબન લીધુ છે. ત્યારબાદ વાયરલ થયેલા આ ફોટાએ ઈન્ટરનેટ પર હોબાળો મચાવી દીધો છે. જો કે બે અલગ અલગ ધર્મગુરુઓ વચ્ચે આ માત્ર એક અભિવાદનનો પ્રકાર હતો.

pope-imam

સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં એક આંતર ધાર્મિક બેઠક દરમિયાન બે ધાર્મિક નેતાઓએ એકસાથે કટ્ટરપંથીઓ સામે લડવા પર એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને ત્યારબાદ એકબીજાના હાથ મિલાવ્યા, ગળે મળ્યા અને ત્યાં સુધી કે કિસ પણ કરી.

ન્યૂઝ એજન્સી રૉયટર્સે આ ફોટાને શેર કર્યો છે જેને જોઈને ઘણા લોકોનું માનવુ છે કે આ ક્ષણ પોપ અને ઈમામ સાથે સાથે દર્શકો સામે લિપ લૉક કરવા સાથે ઘણી અંતરંગ હતી. આ ફોટા અંગે ખાસ કરીને સોશિયલ મીડિયા પર લોકોએ તમાશો ઉભો કરી દીધો છે. એક સોશિયલ મીડિયા યુઝરે તો બંને ધર્મગુરુઓને પ્રાઈવેટ રૂમ શોધવા સુધીની સલાહ આપી દીધી.

આ પણ વાંચોઃ વિહિપે લોકસભા ચૂંટણી સુધી રામ મંદિર આંદોલન રોકવાનું કર્યુ એલાનઆ પણ વાંચોઃ વિહિપે લોકસભા ચૂંટણી સુધી રામ મંદિર આંદોલન રોકવાનું કર્યુ એલાન

English summary
Pope Francis and Imam's kiss buzz on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X