Power Outage in Europe : એક સાથે પુરા યુરોપની વીજળી ગુલ થઈ, જાણો કારણ
Power Outage in Europe : યુરોપથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સ જેવા દેશોમાં અચાનક વીજળી ગુલ થઈ જતા અંધકાર છવાયો છે.
અહીં એકાએક વીજ પુરવઠો બંધ થવાથી મેટ્રો, ટ્રાફિક લાઈટ સિસ્ટમ અને મોબાઇલ નેટવર્ક જેવી સેવાનો પણ ઠપ્પ થઈ છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અંધકાર છવાયો છે.

સ્પેનના નેશનલ ગ્રિડ ઓપરેટરે એક નિવેદનમાં જણાવ્યું છે કે વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે ક્ષેત્રની વિવિધ કંપનીઓ સાથે મળીને સઘન પ્રયાસો થઈ રહ્યા છે. હાલમાં વીજળી જવાનું ખરેખર કારણ સ્પષ્ટ થયું નથી.
ભારતમા આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ગ્રિડ ફેલ થવાને કારણે વીજળી જતી રહે છે, ત્યારે શું યુરોપમાં પણ આવું થાય છે? તો આનો જવાબ હા છે. યુરોપમાં પણ એક યુનિફાઈડ પાવર ગ્રિડ સિસ્ટમ છે, જ્યાં ખામી આવે તો વિસાળ પાયા પર વીજ પુરવઠો ખોરવાઈ શકે છે.
પોર્ટુગલના વીજ ગ્રિડ સંચાલક ઈ રેડેસ અનુસાર, આ વીજ સંકટ યુરોપીયન પાવર ગ્રિડમાં ઊભી થયેલી સમસ્યાના કારણે સર્જાયું છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ઊંચા વોલ્ટેજના કારણે વ્યાપક સ્તરે બ્લેકઆઉટ થયો છે.
વિજળી ગુલ થવાની આ પરિસ્થિતિએ હવાઇ સેવાઓ પર પણ અસર પાડી છે. સ્પેન અને પોર્ટુગલ બંને દેશોએ તાત્કાલિક પ્રતિક્રિયા માટે એમરજન્સી પ્રોટોકોલ લાગુ કર્યા છે. તેમજ લોકોને વિનંતી કરવામાં આવી છે કે બિનજરૂરી એમરજન્સી કૉલ ન કરે, કારણ કે ટેલિફોન સેંટરો પહેલેથી ભારે દબાણ હેઠળ છે.
સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, યુરોપમાં વીજ વ્યવસ્થા હવે ધીમે ધીમે સુધરતી જઈ રહી છે. ફ્રાન્સના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી શરૂ થયો છે અને સ્પેન તથા પોર્ટુગલમાં પણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત થતો જઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
