5 મહિનાની પ્રેગનન્ટ ગર્લફ્રેન્ડને બોયફ્રેન્ડે છોડી દીધી, હિંમત હાર્યા વગર શોધી લીધો નવો બોયફ્રેન્ડ
કોઈપણ મહિલા માટે પ્રેમમાં દગો કે બ્રેકઅપ જેવી ઘટનાઓ ડિપ્રેશનનું કારણ બને છે અને તેમાંથી બહાર આવતા વર્ષો લાગે છે. જો કે આજે અમે જે યુવતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને 5 મહિનાની પ્રેગનન્સીએ બોયફ્રેન્ડથી દગો મળ્યો. આ પછી તેને જે કર્યુ તેની ચર્ચા થઈ રહી છે.
વાયરલ થઈ રહેલી આ મહિલાની કહાની જેટલી શોકિંગ છે એટલી જ પ્રેરણાદાયક છે. આ મહિલાએ પ્રેમમાં મળેલા દગાને હાવી ન થવા દીધો અને 7 મહિનાની પ્રેગનન્સીમાં પણ એવુ પગલુ ભર્યુ કે હવે લોકો તેના વખાણ કરી રહ્યા છે.

અમેરિકાના જ્યોર્જિયામાં રહેતી 24 વર્ષની મેગન ડોલિંગની કહાની આ દિવસોમાં લોકોના મુખે ચર્ચાઈ રહી છે. મેગન ડોલિંગના જીવનમાં નવો વળાંક આવ્યો જ્યારે તેને ખબર પડી કે તે લગભગ 5 મહિનાની ગર્ભવતી છે અને તેનો પ્રેમી અને તેના બાળકનો પિતા તેને છોડીને ચાલ્યો ગયો છે. આ સ્થિતીમાં મેગને બધાથી અલગ વિચાર્યુ અને જે કર્યુ તેની ચર્ચા છે.
વ્યવસાયે હેરસ્ટાઈલિસ્ટ મેગન 2022માં તેના એક્સ બોયફ્રેન્ડને મળી હતી. બર્થડે પાર્ટીમાં મળ્યા બાદ બન્નેનું અફેર શરૂ થયું. 9 મહિના સુધી ચાલેલા સંબંધો બાદ મેગન ગર્ભવતી બની. મેગને તેના એક્સને આ વાત કહી તો તેણે સ્પષ્ટ કર્યું કે તેને અત્યારે બાળક નથી જોઈતુ.
આ ઘટના બાદ મેગન દુખી થઈ અને તેને બાળકને પિતા આપવાનું નક્કી કર્યુ. આ પછી તેણીને ઘણા પુરુષોને મળવાનું શરૂ થયું અને લોકોએ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પના ફોટો શેર કરીને ફરીથી ડેટિંગ કરવાનું શરૂ કરી દીધુ.
આખરે તેની મુલાકાત એક 43 વર્ષીય પુરૂષ સાથે થઈ. આ મુલાકાત મેગનની લાઈફમાં નવી સવાર લાવી. તેને પહેલાથી જ બાળકો હતા અને તે પ્રેગ્નન્સી અને મેગનની સમસ્યાઓને પણ સમજતો હતો. 27 સપ્ટેમ્બરે તેણે તેની પુત્રીને જન્મ આપ્યો. હવે આ પરિવાર ખુશીથી પોતાની જીંદગી જીવી રહ્યો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
