For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરમાણુ હુમલાની તૈયારી? ભારતીય દુતાવાસે તમામ ભારતીયોને યુક્રેન છોડવા કહ્યુ!

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હવે નિર્ણાયક બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન બહાર પાડી તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને હેલી તકે યુક્રેન છોડવા કહ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હવે નિર્ણાયક બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન બહાર પાડી તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને હેલી તકે યુક્રેન છોડવા કહ્યું છે. તમામ ભારતીયોને યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય દૂતાવાસે કથળતી સુરક્ષા સ્થિતિ અને તાજેતરના ભીષણ યુદ્ધને ધ્યાનમાં રાખીને દેશના નાગરિકોને યુક્રેન છોડવા કહ્યું છે. સાથે જ વિદ્યાર્થીઓ અને નાગરિકોને યુક્રેનમાંથી ભાગી જવા માટે કહેવામાં આવ્યું છે.

nuclear attack

જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે એક મોટી જાહેરાત કરી હતી. પુતિને યુક્રેનના કબજા હેઠળના ચારેય પ્રાંતોમાં માર્શલ લૉ જાહેર કરી દીધો છે. રશિયન કમાન્ડર રમઝાન કાદિરોવે પુતિનને યુક્રેનને અડીને આવેલા રશિયન વિસ્તારોમાં માર્શલ લૉ લાગુ કરવાની અપીલ કરી હતી. આ પછી રશિયાના રાષ્ટ્રપતિ પુતિને NSC સાથે ગુપ્ત બેઠક કરી અને આ ચાર વિસ્તારોમાં માર્શલ લૉ લગાવવાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ પુતિને બુધવારે બપોરે આ આદેશથી સંબંધિત વટહુકમ પર હસ્તાક્ષર કર્યા હતા. પુતિનના નિર્ણયને પૂર્વ યુક્રેનમાં રશિયા માટે નિર્ણાયક પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. પુતિનની ઘોષણા એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુક્રેનિયન સૈન્ય રશિયાના કબજા હેઠળના ડોનેસ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝ્ઝ્યા અને ખેરસન વિસ્તારોને ફરીથી કબજે કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. સપ્ટેમ્બરમાં યુક્રેનના ચાર પ્રાંતો રશિયા દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. ગયા મહિને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ પ્રાંતોને રશિયા સાથે વિલીનીકરણની જાહેરાત કરી હતી.

English summary
Preparing for a nuclear attack? Indian embassy asked all Indians to leave Ukraine!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X