For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાઃ દંગા ફસાત અને આંદોલનો સમયે વ્હાઈટ હાઉસમાં અંડરગ્રાઉન્ડ કેમ થયા ટ્રમ્પ

અમેરિકાઃ દંગા ફસાત અને આંદોલનો સમયે વ્હાઈટ હાઉસમાં અંડરગ્રાઉન્ડ કેમ થયા ટ્રમ્પ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની સુરક્ષા ટીમ થોડીવાર માટે વ્હાઈટ હાઉસમાં બનેલ અંડરગ્રાઉન્ડ બંકરમાં લઈ ગઈ હતી. આ એવા સમયે બન્યું જ્યારે શુક્રવારે અમેરિકી પ્રેસિડેન્ટના સત્તાવાર આવાસ વ્હાઈટ હાઉસ બહાર મોટા પાયે ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યાં હતાં. તેમની ટીમ આ પ્રદર્શનોને જોઈ દંગ હતી અને આ સમયે કોઈ મોટો હુમલો થઈ શકે તેવી આશંકાએ ડોનાલ્ડ ટ્રમ્પને અંડરગ્રાઉન્ડ બંકરમાં લઈ જવામાં આવ્યા. ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

donald trump

પ્રદર્શનને જોતાં સુરક્ષા ટીમ દંગ રહી ગઈ

વ્હાઈટ હાઉસના બંકરમાં ટ્રમ્પ એક કલાકથી પણ વધુ સમય માટે રહ્યા હતા. શુક્રવારે વ્હાઈટ હાઉસ બહાર સેંકડો પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આ દરમિયાન સીક્રેટ સર્વિસ અને યૂનાઈટેડ સ્ટેટ્સ પાર્ક પોલીસના ઑફિસર્સને તેમને રોકવાની ભારે જહેમત ઉઠાવવી પડી. ટ્રમ્પની ટીમ એટલી ભારે તાદાતમાં પ્રદર્શનકારીઓને વ્હાઈટહાઉસની બહાર જોઈ ચકિત હતી. હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ દરમિયાન ટ્રમ્પની પત્ની મલેનિયા અને તેમના દીકરા બેરનને પણ આ બંકરમાં તેમની સાથે લઈ જવામાં આવ્યા હતા કે નહ.

રવિવારે અમેરિકાના 40 શહેરો સહિત વૉશિંગ્ટન ડીસીમાં પણ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું. દેશમાં અશ્વેત નાગરક જ્યોર્જ ફ્લૉઈડનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ મોટા પાયે પ્રદર્શન ચાલી રહ્યું છે. સીએનએન તરફથી આપવામાં આવેલ જાણકારીમાં કહેવામાં આવ્યું કે 40 શહેરોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે અને 5000 નેશનલ ગાર્ડ્સ મેમ્બર્સને 15 રાજ્યો અને વૉશિંગ્ટન ડીસીમાં 2000 વધુ જવાનોને તહેનાતી માટે રાખવામાં આવ્યા છે. 25 મેથી દેશમાં પ્રદર્શનની આ સ્થિતિ યથાવત છે. 46 વર્ષના આફ્રીકી યુવાન જ્યોર્જ ફ્લૉયડનું મનિપોલિસમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા.

આજથી દેશમા સંચાલશે 200 ટ્રેન, અહીં જુઓ ટ્રેનોની આખી યાદીઆજથી દેશમા સંચાલશે 200 ટ્રેન, અહીં જુઓ ટ્રેનોની આખી યાદી

English summary
president donald trump went underground in white house
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X