For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકામાં અડધી રાતે ઈમરજન્સી, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ કરી ઘોષણા

ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ઉભુ થયેલ આર્થિક સંકટ વધુ ઘેરાઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોલંબોઃ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ઉભુ થયેલ આર્થિક સંકટ વધુ ઘેરાઈ રહ્યુ છે. દેશની જનતાએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમની સરકાર સામે ઘણા દિવસોથી મોરચો ખોલ્યો છે. જનતાનો વિદ્રોહ વધી ગયો છે. શ્રીલંકામાં આર્થિક સંકટથી એવી સ્થિતિ થઈ ગઈ છે કે મોંઘવારી આકાશને આંબી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલ સહિત જરુરિયાતનો સામાન હવે હદ પાર કરી ચૂક્યો છે. દેશમાં મેડિકલ સંકટ આવી ચૂક્યુ છે. આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષેએ અડધી રાતથી ઈમરજન્સીનુ એલાન કર્યુ છે.

srilanka

ખરાબ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલ શ્રીલંકા એક વાર ફરીથી ઈમરજન્સીની સ્થિતિમાં જતુ રહ્યુ છે. રાષ્ટ્રપતિએ અડધી રાતથી ઈમજરન્સી લગાવવાની ઘોષણા કરી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષએ દેશમાં અશાંતિ વચ્ચે પાંચ સપ્તાહમાં બીજી વાર ઈમરજન્સીની ઘોષણા કરી છે. આ 6 મેની મધ્યરાત્રિથી આખા શ્રીલંકામાં લાગુ થઈ ગયુ. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ શ્રીલંકામાં આર્થિક સંકટના કારણે જ ઈમરજન્સી લગાવવામાં આવી હતી. ત્યારે ચાર એપ્રિલના રોજ દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી.

શ્રીલંકામાં મોટાપાયે ઉભા થયેલા આર્થિક સંકટને લઈને ગોટાબાયા રાજપક્ષેનો વિરોધ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ સામે લોકોનુ ઉગ્ર પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન અડધી રાતથી ઈમરજન્સીની સ્થિતિનુ એલાન કર્યુ છે. શ્રીલંકાના ડેલીમિરરે રાષ્ટ્રપતિ મીડિયા ડિવીઝનનો હવાલો આપીને રિપોર્ટ કર્યો કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દ્વારા આજે મધ્યરાત્રિથી ઈમરજન્સીની સ્થિતિ ઘોષિત કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે શુક્રવારની સ્થિતિ ત્યાં સુધી બની ગઈ હતી કે શ્રીલંકાની સંસદમાં હોબાળો કરવાનો પ્રયત્ન કરી રહેલા છાત્રો પર પોલિસે એક વાર અશ્રુ ગેસના ગોળા છોડ્યા અને પાણીના મારાનો ઉપયોગ કર્યો. વળી, આર્થિક સંકટનો સામનો કરવામાં નિષ્ફળ રાષ્ટ્રપતિ રાજપક્ષે અને તેમની સરકારના રાજીનામાની માંગને લઈને વેપાર સંઘે શુક્રવારે દેશવ્યાપી હડતાળ કરી. ભીષણ આર્થિક સંકટગ્રસ્ત દેશની જનતા સરકાર સામે રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શનો કરી રહી છે. સાથે જ સરકાર અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ પણ જોર પકડી રહી છે.

English summary
President Gotabaya Rajapaksa declared Emergency in Sri Lanka from midnight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X