મહિલાઓના વાળની ચોરીથી રાષ્ટ્રપતિ દુ:ખી દુ:ખી!!!

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર દેશના બીજા સૌથી શહેર મારાકૈબોમાં આ પ્રકારના હુમલા વધી રહ્યા છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ આવા લોકોને છોકરીઓના વાળ કાપનારા માફિયા ગણાવ્યા છે.
રાજધાની કારાકાસમાં એક ટ્રેન સ્ટેશનના ઉદઘાટનના અવસરે તેમણે જણાવ્યું કે સરકાર પાક્કા પાયે આવા કૃત્યો કરનારા લોકોને પકડશે. અનેક મહિલાઓએ ફરિયાદ નોંધીવી છે કે તેમને ચોટલી બાંધવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી ચોર સરળતાથી તેમના વાળ કાપી શકે. જો કે અધિકારીઓને આ સમસ્યા હલ કરવા માટે સત્તાવાર આદેશ મળ્યો નથી.
એક પીડિત મહિલાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તે પોતાનો મામલો પોલીસ સુધી લઇ જવા માંગતી નથી કારણ કે આમ કરવાથી તેને વધારે હેરાન કરવામાં આવે એવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
