For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયાઃ રાષ્ટ્રપતિ પુટિનની દીકરીને આપવામાં આવી કોરોનાની વેક્સીન

રશિયાએ મંગળવારે એલાન કર્યુ છે કે તેણે કોરોના વાયરસની વેક્સીનને મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

મૉસ્કોઃ રશિયાએ મંગળવારે એલાન કર્યુ છે કે તેણે કોરોના વાયરસની વેક્સીનને મંજૂરી આપી દીધી છે. સાથે જ રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુટિન તરફથી આ વાત પર પડદો ઉઠાવવામાં આવ્યો છે કે તેમની દીકરીને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. પુટિને કહ્યુ છે કે જલ્દી દેશભરમાં વેક્સીનનુ ઉત્પાદન શરૂ થઈ જશે અને મોટાપાયે વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. હજુ સુધી એ માહિતી સામે આવી નથી કે પુટિનની કઈ દીકરીને વેક્સીન આપવામાં આવી છે. તેઓ બે દીકરી મારિયા અને કટરીનાના પિતા છે.

રાષ્ટ્રપતિ પુટિન બોલ્યા - દુનિયા માટે મહત્વની પળ

રાષ્ટ્રપતિ પુટિન બોલ્યા - દુનિયા માટે મહત્વની પળ

રશિયાની વેબસાઈટ રશિયા ટુડે તરફથી જણાવવામાં આવ્યુ છે કે મંગળવારની સવારે પુટિને દુનિયાને પહેલી કોરોના વેક્સીન તૈયાર થવાની માહિતી આપી. તેમણે કહ્યુ કે આ વેક્સીન જાનલેવા વાયરસ સામે ઈમ્યુનિટીનુ નિર્માણ કરવામાં સક્ષમ છે જે ઝડપથી દુનિયામાં ફેલાઈ રહ્યો છે અને ઘણા લોકોના જીવ લઈ રહ્યો છે. પુટિને પોતાની સરકારના સભ્યોને કહ્યુ, 'જ્યાં સુધી મને ખબર છે આ કોરોના વાયરસ સંક્રમણ સામે એક વેક્સીનને આજે સવારે રજિસ્ટર કરવામાં આવી છે, આ દુનિયાની પહેલી વેક્સીન છે. હું આ વેક્સીનને તૈયાર કરવામાં કામે લાગેલા દરેક વ્યક્તિનો આભાર માનુ છુ. આ આખી દુનિયા માટે એક મહત્વની પળ છે.'

દીકરીને પહેલા જ કરવામાં આવી વેક્સીનેટ

દીકરીને પહેલા જ કરવામાં આવી વેક્સીનેટ

પુટિને જોર આપ્યુ કે રશિયામાં વેક્સીનેશન સ્વૈચ્છિક આધારે થવુ જોઈએ. દરેકને પ્રતિરક્ષણ માટે દબાણ ન કરવુ જોઈએ. સભ્યોને વેક્સીન વિશે માહિતી આપતા રાષ્ટ્રપતિએ જણાવ્યુ કે તેમની દીકરીને પહેલા જ વેક્સીનેટ કરવામાં આવી ચૂકી છે. કોવિડ-19 એ અત્યાર સુધી દુનિયાભરમાં સાત લાખથી વધુ લોકોના જીવ લીધા છે. વળી, બે કરોડ લોકો આનાથી સંક્રમિત છે. જાન્યુઆરીમાં રશિયાની વેક્સીન સામાન્ય વિતરણ માટે હાજર હશે. આ દરમિયાન આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે ફ્રંટ લાઈન વર્કર્સ અને એ મેેડિકલ પ્રોફેશનલ્સને વેક્સીનેશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

જલ્દી થશે વેક્સીનેશનની શરૂઆત

જલ્દી થશે વેક્સીનેશનની શરૂઆત

રશિયાના આરોગ્ય મંત્રાલયે એ વાતની પુષ્ટિ કરી છે કે નિયામકે બે મહિનાથી ઓછા સમયમાં પણ હ્યુમન ટેસ્ટિંગ બાદ વેક્સીનને મંજૂરી આપી છે. મૉસ્કો ગેમાલિયા ઈન્સ્ટીટ્યુટમાં વેક્સીનની હ્યુમન ટ્રાયલ ચાલી રહી હતી. આ પગલાં સાથે જ મોટાપાયે વેક્સીનેશનની શરૂઆત પણ થઈ જશે. વેક્સીનનુ ક્લીનિકલ ટ્રાય જેમાં આની સુરક્ષા અને તેની અસરને જો કે હજુ સુધી પરખવામાં આવી રહી છે. જે સ્પીડથી રશિયામાં વેક્સીન તરફ આગળ વધી રહ્યુ છે તે એ દર્શાવે છે કે પુટિન આ રેસને જીતવા ઈચ્છે છે. વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ) તરફથી રશિયાને અપીલ કરવામાં આવી છે કે તે દરેક નક્કી કરેલા નિયમનુ પાલન કરે.

વેંટીલેટર સપોર્ટ પર કોરોના પૉઝિટીવ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, હાલત ગંભીરવેંટીલેટર સપોર્ટ પર કોરોના પૉઝિટીવ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, હાલત ગંભીર

English summary
President Vladimir Putin's daughter vaccinated, Russia approves Coronavirus vaccine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X