બિશકેકમાં SCO સમિટમાં આતંકવાદ પર પીએમ મોદીએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં આયોજિત શાંઘાઈ કો-ઑપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સંમેલનને સંબોધિત કર્યુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં આયોજિત શાંઘાઈ કો-ઑપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સંમેલનને સંબોધિત કર્યુ. અહીં પીએમ મોદીએ આતંકવાદ વિશે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર હુમલો કર્યો. પોતાના સંબોધન સાથે જ પીએમ મોદીએ આ મંચ પર પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે ઘેર્યુ.

આતંકવાદનું સમર્થન કરનારા દેશો પર કાર્યવાહી
શુક્રવારે એસસીઓ સમિટને સંબોધિત કરનારા પીએમ મોદી પહેલા વર્લ્ડ લીડર હતા. તેમણે આ દરમિયાન કહ્યુ કે એસસીઓમાં શામેલ દેશોએ એ દેશો સામે એક તંત્રનું નિર્માણ કરવુ જોઈએ જે આતંકવાદનુ સમર્થન કરી રહ્યા છે. આ સાથે જ આરોગ્ય, આર્થિક, વૈકલ્પિક ઉર્જા, સાહિત્ય, સાંસ્કૃતિક સહયોગ સાથે જ આતંકવાદ મુક્ત સમાજના નિર્માણમાં મદદ કરવી જોઈએ. અહીં પીએમ મોદીએ એક રીતે પાકિસ્તાન પર હુમલો કર્યો. તેમણે આતંકવાદને ખતમ કરવાના હેતુથી એક ગ્લોબલ કોન્ફરન્સની વકીલાત કરી. પીએમ મોદીએ કહ્યુ કે જે પણ દેશ આતંકવાદને આર્થિક રીતે સમર્થન આપે છે અને તેને પ્રોત્સાહન આપે છે તેની જવાબદેહી નક્કી થવી જોઈએ.
મોદી બોલતા રહ્યા ઈમરાન સાંભળતા રહ્યા
એસસીઓનું મહત્વ અને તેના આદર્શો પર જોર આપીને પીએમ મોદીએ કહ્યુ કે આના આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈમાં સહયોગ વધુ મજબૂત કરવો જોઈએ. તેમણે એ વાત પર પણ ધ્યાન દોર્યુ કે ભારત હંમેશાથી આતંકવાદ મુક્ત સમાજનું સમર્થન કરતો આવ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે આતંકવાદ સામેની લડાઈમાં દેશોએ પોતાની પોતાના સંકુચિત વિચારો છોડીને આગળ આવવુ જોઈએ. જે સમયે પીએમ મોદી આ બધુ બોલી રહ્યા હતા તે સમયે પાક પીએમ ઈમરાન ખાન ત્યાં જ હાજર હતા. મોદીએ આ દરમિયાન એસસીઓના સભ્ય દેશો સાથે એસસીઓ રીજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર એટલે કે રેટ્સ હેઠળ પરસ્પર સહયોગ વધારવાની પણ માંગ કરી. પીએમ મોદીએ ગુરુવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુટિન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં પણ તેમણે આતંકવાદનો ઉલ્લેખ કર્યો હતો.












Click it and Unblock the Notifications
