For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનમાં જશ્નઃ કેટ મિડલટને આપ્યો પુત્રને જન્મ

By Super
|
Google Oneindia Gujarati News

kate-middleton
લંડન, 23 જુલાઇઃ પ્રિન્સ વિલિયમની પત્ની કેટ મિડલટને સેન્ટ મેરી હોસ્પિટલમાં એક પુત્રને જન્મ આપ્યો છે. બ્રિટિશ તાજના ઉત્તરાધિકારીના આગમનની સૂચનાની સાથે જ બ્રિટનમાં જશ્નનો માહોલ છવાઇ ગયો છે.

કેનસિંગ્ટન પેલેસે જણાવ્યું કે, 31 વર્ષીય ડચેઝ ઓફ કેમ્બ્રિજના સ્થાનિક સમયાનુસાર સાંજે ચાર વાગ્યાને 24 મીનિટ પર પુત્રને જન્મ આપ્યો. અધિકૃત રીતે નામકરણ કરતા પહેલા ડ્યૂક અને ડચેઝ ઓફ કેમ્બ્રિઝની પહેલી સંતના પ્રિન્સ કેમ્બ્રિઝના નામથી ઓળખાશે.

ડચેઝ ઓફ કેમ્બ્રિઝ કેટ મિડલટને સોમવારે સવારે પ્રસવ પીડા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ તેમના પતિ ડ્યૂક ઓફ કેમ્બ્રિઝ પ્રિન્સ વિલિયમની સાથે કારમાં પશ્ચિમ લંડનના પેન્ડિગટન સ્થિત સેન્ટ મેરી હોસ્પિટલ પહોંચ્યા હતા.

કેટની દેખરેખ ઇંગ્લેન્ડના મહારાણીના પૂર્વ સ્ત્રી રોગ વિશેષજ્ઞ માર્કસ સેચેલના નેતૃત્વમાં થઇ રહી હતી. તેમની સારવાર કરનાર ડોક્ટરના દળમાં મહારાણીના હાલના સ્ત્રી રોગ વિશેષજ્ઞ પણ હતા. કેટે હોસ્પિટલના પ્રાઇવેટ લિંડો વિંગમાં બાળકને જન્મ આપ્યો, જ્યાં પ્રિન્સ વિલિયમ અને તેમના નાના ભાઇ પ્રિન્સ હેરીનો જન્મ થયો હતો. કેટની મા કેરોલ અને બહેન પીપા બાળકના જન્મ સમયે કેટની સાથે હતા.

English summary
Prince William and the Duchess of Cambridge Kate Middleton on Monday were blessed with a baby boy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X