પ્રિન્સ વિલિયમના પત્ની કેટ મિડલટન ટૂંક સમયમાં રૉયલ બેબીને જન્મ આપશે
લંડન, 22 જુલાઇ : બ્રિટનના શાહી પરિવારમાં થોડા જ સમયમાં નાના મહેમાનની કિકિયારીઓ ગૂંજી ઉઠવાની છે. પ્રિન્સ વિલિયમ્સની સગર્ભા પત્ની ડચીસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટનને પ્રસવ પીડા શરૂ થતાં જ બ્રિટનના સમય અનુસાર સવારે 6 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટ મિડલટનનું બાળક બ્રિટનનો ભાવિ રાજા કે રાણી બનશે.
આ અંગે બ્રિટનના દૈનિક ડેઇલી મેઇલના જણાવ્યા અનુસાર પ્રિન્સ વિલિયમ્સ પોતાની પત્ની કેટ સાથે સેન્ટ મેરી હોસ્પિટલમાં છે. આ જ હોસ્પિટલમાં વર્ષ 1982માં પ્રિન્સ વિલિયમ્સનો જન્મ પણ થયો હતો. બંકિમહામ પેલેસના અધિકારીઓએ જણાવ્યું છે કે કેટને પ્રસવ પીડા શરૂ થઇ છે.
આ અંગે શાહી પ્રવક્તાએ જણાવ્યું કે "કેટ મિડલટનને પ્રસવ પીડા ઉપડતાં જ કારમાં બેસાડીને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. આ દરમિયાન પ્રિન્સ વિલિયમ્સ તેમની સાથે જ રહ્યા છે. કેટને ઓવરડ્યુ થઇ ગયું હોવાથી લોકોમાં ચિંતા વધી છે."
કેટને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ આસ પાસની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. વર્તમાનમાં દુનિયાભરનું મીડિયા સેન્ટ્રલ લંડનમાં આવેલી સેન્ટ મેરી હોસ્પિટલની સામે ડેરો નાખીને ગુડ ન્યુઝની રાહ જોઇ રહ્યું છે. આ ઉપરાંત રાજ પરિવારના હિતેચ્છુઓ અને ચાહકોએ પણ હોસ્પિટલની આસપાસ ડેરો જમાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પ્રિન્સ વિલિયમ અને કેટનું આ સંતાન શાહી ગાદીનું ત્રીજું ઉત્તરાધિકારી બનશે. તાજેતરમાં કાયદામાં કરવામાં આવેલા ફેરફાર અનુસાર બાળકને હિઝ કે હર રૉયલ હાઇનેસ કહીને સંબોધિત કરવામાં આવશે. બાળકને પ્રિન્સ અથવા પ્રિન્સેસ ઓફ કેમ્બ્રિજ તરીકે બોલાવવામાં આવશે. જો સંતાન પુત્ર હશે તો એક દિવસ તે રાજા અને જો પુત્રી હશે તો રાણી બનશે.

1
Kate and William wave at their 2011 wedding

2
Members of the world's media gather outside The Lindo Wing as The Duchess Of Cambridge goes into labour at St Mary's Hospital

3
Royal supporter Terry Hutt is getting tired of the wait outside the Lindo Wing of St Mary's Hospital in London.jpg

4
Kate and William's baby will be third in line for the British throne

5
Duchess of Cambridge

6
kate

7
kate-with-queen

8
kate-middleton-overdue

9
kate and prince

10
lindo-wing

11
kate-with-mother-in-law
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
