For Daily Alerts
નરેન્દ્ર મોદીના વિરોધ સામે લંડનમાં પ્રદર્શન!
લંડન, 11 સપ્ટેમ્બર : દક્ષિણ એશિયાઇ માનવાધિકાર કાર્યકર્તાઓએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બ્રિટેનની યાત્રાનું આમંત્રણ આપવા માટે પ્રદર્શન કર્યું. ધ સાઉથ એશિયા સોલીડેરિટી ગ્રુપે સોમવારે ઉત્તર લંડનમાં લેબર પાર્ટીના સાંસદ બેરી ગાર્ડિનરના કાર્યાલયની બહાર 10 અન્ય સમૂહોની સાથે મળીને પ્રદર્શન કર્યું.
લેબર ફ્રેંડ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપના પ્રમુખ તરીકે ગાર્ડિનરે ગયા મહીને મોદીને હાઉસ ઓફ કોમન્સમાં એક વિશેષ કાર્યક્રમમાં ધ ફ્યૂચર ઓફ મૉર્ડન ઇન્ડિયા વિષય પર સંબોધન માટે આમંત્રણ આપ્યું હતું જેની ખૂબ જ ચર્ચા થઇ. મોદીએ જોકે આ આમંત્રણને સ્વીકારવાનો ફિલહાલ ઇનકાર કરી દીધો છે અને જણાવ્યું છે કે બ્રિટેન આવવાનો હાલમાં તેમનો કોઇ કાર્યક્રમ નથી.પ્રદર્શન કરનાર સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું કે મોદીને નિમંત્રણનું ખૂબ જ વિરોધ થવાના કારણે બૈરી ગાર્ડિનરે હવે નિવેદન આપ્યું છે કે મોદી અત્રે આવી શકવામાં અસમર્થ છે. પરંતુ આપણે આપણું અભિયાન જારી રાખશું જેમાં માંગ હશે કે આમંત્રણને અધિકારીક રીતે પાછું લેવાય અને આવું ફરીથી નહીં થાય.