ત્રીજીવાર નેપાળના વડાપ્રધાન બન્યા પુષ્પ કમલ દહલ પ્રચંડ
નેપાળના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ યાદગાર બની ગયો છે. ચૂંટણી પરિણામો બાદ આજે રવિવાર સવાર સુધી શેર બહાદુર દેઉબાના વડાપ્રધાન બનવાના દાવા કરવામાં આવી રહ્યા હતા.
પુષ્પ કમલ દહલ પ્રચંડ ત્રીજીવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ પુષ્પ કમલ દહલ પ્રચંડને સંવિધાનની કમલ 76(2) અનુસાર વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. નેપાળી કોંગ્રેસ, સીપીએન(યુનિફાઇડ સોશિયલિસ્ટ) અને લોકતાંત્રિક સમાજવાદી પાર્ટીને છોડીને સંસદમાં તમામ દળો સમર્થન સાથે દહલે પદ માટે દાવો રજૂ કરી છે. ધ કાઠમાંડૂ પોસ્ટ અનુસાર દહલના શપથ ગ્રહણ સમારોહ સોમવારની સાંજે 4 કલાકે યોજાશે.

નેપાળના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ યાદગાર બની ગયો છે. ચૂંટણી પરિણામો બાદ આજે રવિવાર સવાર સુધી શેર બહાદુર દેઉબાના વડાપ્રધાન બનવાના દાવા કરવામાં આવી રહ્યા હતા. આ અંગે નેપાળી કોંગ્રેસ અને માઓવાદી સેન્ટર વચ્ચે રવિવારની સવારે બેઠક પણ ચાલી રહી હતી, પરંતુ અચાનક પુષ્પ કમલ દહલ પ્રચંડ બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા. જે બાદ તેમણે ગઠબંધનમાંથી હટી જવાની જાહેરાત કરી હતી. આ પછી તરત જ વડાપ્રધાન બનવાનો દાવો પણ કર્યો હતો.
દહલે રાષ્ટ્રપતિને સમર્થન પત્ર સોંપ્યો
પુષ્પ કમલ દહલ પ્રચંડે નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીને સાંસદોના સમર્થનનો પત્ર પણ સોંપ્યો છે. આ પત્રમાં બહુમત માટે પ્રચંડના સમર્થનમાં 165 સાંસદોના હસ્તાક્ષર છે. નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ વડાપ્રધાન પદ માટે દાવેદારી કરવા માટે તમામ પક્ષોને આજ સુધીની સમયમર્યાદા આપી હતી. આ પછી શેર બહાદુર દેઉબાના નેતૃત્વમાં નેપાળી કોંગ્રેસ અને પ્રચંડના સીપીએન માઓવાદીઓએ અલગ-અલગ રીતે સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી હતી.
6 પક્ષોનું ગઠબંધન તૈયાર
માઓવાદી કેન્દ્રના અધ્યક્ષ પુષ્પ કમલ દહલે જણાવ્યું હતું કે, નેપાળી કોંગ્રેસ સાથેના ગઠબંધનની સુસંગતતા ગુમાવી દીધી છે. જે બાદ પ્રચંડની પાર્ટીએ જાહેરાત કરી છે કે, 6 પક્ષોનું ગઠબંધન બનાવવામાં આવ્યું છે અને તેમાં પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' વડાપ્રધાન બનશે. આ પક્ષોએ જણાવ્યું હતું કે, પ્રચંડ અઢી વર્ષ સુધી વડાપ્રધાન રહેશે. આ પછી સીપીએન-યુએમએલ સત્તા સંભાળશે. એટલે કે હવે લગભગ અઢી વર્ષ બાદ પૂર્વ વડાપ્રધાન ઓલી નેપાળના વડાપ્રધાન બનશે.
આ પક્ષોએ આપ્યું સમર્થન
કેપી શર્મા ઓલીની પાર્ટી સીપીએન-યુએમએલના નેતા બર્ષમન પુને જણાવ્યું છે કે, પુષ્પ કમલ દહલ શરૂઆતના અઢી વર્ષ માટે વડાપ્રધાન પદ સંભાળશે, જ્યારે કેપી શર્મા ઓલી બાકીના અઢી વર્ષ માટે વડાપ્રધાન પદ સંભાળશે. આ માટે કરાર પર મહોર મારી દેવામાં આવી છે. નવા જોડાણમાં CPN-UMLના 78, માઓવાદી કેન્દ્રના 32, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 20, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના 14, જનતા સમાજવાદી પાર્ટીના 12, જનમત પાર્ટીના 6 સાંસદો છે. આ સિવાય દહલને સિવિલ ઇમ્યુનિટી પાર્ટીના 4 સાંસદોનું સમર્થન પણ છે. જો આ દાવો સાચો નીકળે છે, તો આ નવા ગઠબંધનને 169 બેઠકો મળશે, જે બહુમતી કરતા વધુ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા












Click it and Unblock the Notifications
