પુતિન જી-20 સંમેલન વચ્ચે છોડીને રવાના થયા
બ્રિસ્બેન, 16 નવેમ્બર: જી-20 શિખર બેઠકમાં યૂક્રેનના મુદ્દાને લઇને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બેઠકની વચ્ચે જ છોડીને સ્વદેશ જવા માટે રવાના થઇ ગયા. તેમણે પોતાના નિર્ણય પર દલિલ આપતા જણાવ્યું કે 8 કલાકની લાંબી વિમાન યાત્રા કર્યા બાદ તેમને ભરપૂર ઊંઘ લેવાની જરૂરીયાત છે, કારણ કે તેમને કામ પર જવાનું છે, માટે તેઓ સમય પહેલા સ્વદેશ પરત ફરી રહ્યા છે. જોકે તેમનું એ પણ કહેવું છે કે તેમના આ વલણથી યજમાન દેશને કોઇ પરેશાની નહી થાય.
જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટે પણ તેમને આ અંગેની પરવાનગી આપી દીધી હતી. આની સાથે જ પુતિને વડાપ્રધાન એબોટને એક શાલીન વ્યક્તિ ગણાવતા તેમની પ્રશંસા પણ કરી છે.

પુતિન કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પરની પાસે હાથ મિલાવવા ગયા. કેનેડાઇ મીડિયા અનુસાર, હાર્પરે તેમને કહ્યું 'જુઓ, હું આપની સાથે હાથ મીલાવીશ પરંતુ આપને કહેવા માટે મારી પાસે માત્ર એક જ વાત છે કે આપે યૂક્રેનથી બહાર થઇ જવું જોઇએ.'












Click it and Unblock the Notifications
