કંદીલ બલોચની હત્યા, ભાઈ પર જ લાગ્યો હત્યાનો આરોપ...
એક મોટી ખબર પાકિસ્તાનથી આવી રહી છે જ્યાં મુલતાનમાં વિવાદિત પાકિસ્તાની મોડેલ કંદીલ બલોચની હત્યા કરી દેવામાં આવી છે. ખબર એવી છે કે કંદીલ બલોચને તેના જ ભાઈ એ ગળું દબાવીને મારી નાખી છે.
હત્યા કર્યા બાદ તેનો ભાઈ ત્યાંથી ફરાર છે કંદીલ મુલતાનમાં ફરવા આવી હતી તે દરમિયાન જ તેના ભાઈએ તેની હત્યા કરી નાખી. આપણે જણાવી દઈએ કે કંદીલ છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેટ પર હોટ ટોપિક હતી. તે ટ્વિટર પર પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો અપલોડ કરતી હતી.

ભારતીય મીડિયામાં કંદીલ ટી 20 વર્લ્ડકપ દરમિયાન ધ્યાનમાં આવી જ્યારે તેને મોદી, આફ્રિદી, ધોની અને વિરાટ કોહલી પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. ભારતમાં પણ કંદીલના ઘણા ફેન્સ છે. આપણે જાણી ને નવાઈ લાગશે કે કંદીલના યુટ્યુબ વીડિયો ભારતમાં સૌથી વધારે જોવાઈ અને શેર થાય છે.
ચર્ચા તો એ પણ છે કે કંદીલને બિગબોસ માં આવવા માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. કંદીલે હોટ સેલ્ફી અને વીડિયોથી સોશ્યિલ મીડિયામાં હંગામો મચાવી દીધો હતો.












Click it and Unblock the Notifications
