For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુમ વિમાનના કોઇ સંકેત નહી, રડાર પર જોવા મળી હતી અજ્ઞાત વસ્તુ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કુઆલાલંપુર, 13 માર્ચ: દુનિયાના કેટલાક દેશોના અથાગ પ્રયત્ન છતાં રહસ્યમય રીતે ગાયબ થયેલા મલેશિયા એરલાઇન્સના વિમાનના પાંચમા દિવસે બુધવારે કોઇપણ પત્તો લાગ્યો નથી. શોધખોળની સીમા વધારવામાં આવ્તાં મલેશિયાના એક અધિકારીએ બુધવારે કહ્યું હતું કે વિમાન ગાયબ થયું તે દિવસે સેનાના રડાર પર એક અજ્ઞાત વસ્તુ જોવા મળી હતી.

મલેશિયા વાયુ સેનાના પ્રમુખ જનરલ રોદજાલી દાઉદે સંવાદદાતાઓને કહ્યું હતું કે સેનાના રડાર પર શનિવારે રાત્રે 2.15 વાગ્યાની આસપાસ 320 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ પેનાગ દ્રીપ પર એક સંકેત પકડમાં આવ્યો હતો. તેમને કહ્યું હતું કે 'હું એમ નથી કહી રહ્યો કે આ એમએચ 370 હતું. અમે હજુ તેની તપાસ કરી રહ્યાં છીએ. આ એક અજ્ઞાત વસ્તુ હતી.

મલેશિયા એરલાઇન્સનું વિમાન એમએચ 370 શનિવારે રાત્રે 239 મુસાફરોને લઇને કુઆલાલંપુરથી બીજિંગ માટે ઉડાણ ભરી હતી પરંતુ વિયતનામા તટ નજીક ચીન સાગરના ઉપરથી પસાર થતી વખતે વાયુ નિયંત્રણથી સંપર્ક તૂટી ગયો. માનવામાં આવે છે કે બોઇંગ 777-2000 ઇઆર વિમાન વિયતનામા સમુદ્ર તટ પર દક્ષિણ ચીન સાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થઇને પડી ગયું હતું.

વિમાન 12.41 વાગે કુઆલાલંપુરથી રવાના થયું હતું અને શનિવારે સવારે 6.30 વાગે બીજિંગમાં તેને ઉતરવાનું હતું. વિમાનમાં 227 મુસાફરો અને ચાલક દળના 12 લોકો સવાર હતા. યાત્રીઓમાં પાંચ ભારતીય, 154 ચીની અને 38 મલેશિયાઇ તથા અન્ય દેશોના નાગરિક હતા. વિમાનનો સંપર્ક 1.40 વાગે તૂટી ગયો, તે સમયે આ વિયતનામાના હો ચી મિન્હ વાયુ ટ્રાફિક નિયંત્રણ વિસ્તારમાં હતું.

આ પહેલાં બુધવારે વાયુ સેના પ્રમુખે તે સમાચારોને નકારી કાઢ્યા છે કે સેનાના રડારે એમએચ 370ને મલક્કાની ખાડી પર ઉડતું જોવા મળ્યું હતું, જો કે તેમણે આ વાતની સંભાવનાથી મનાઇ કરી ન હતી ગાયબ થતાંપ અહેલાં વિમાન પાછળની તરફ વળ્યું હતું. આ સૂચના પર અમલ કરતાં આંતરરાષ્ટ્રીય તલાશી અભિયાનમાં વધુ દેશો સામેલ કરવામાં આવ્યા છે અને તેનો દાયરો વધારી દેવામાં આવ્યો છે.

search-oparation

વિમાનમાં ચોરીના પાસપાર્ટ પર મુસાફરી કરનાર બે ઇરાની મુસાફરોની જાણ થયા બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદી નેટવર્કની તપાસ કરવામાં આવી છે. અમેરિકન ગુપ્તચર એજન્સી સેન્ટ્રલ ઇંટેલીજેન્સ એજન્સી (સીઆઇએ)ના પ્રમુખ જોન બ્રેન્નને મંગળવારે કહ્યું હતું કે આતંકવાદી ગતિવિધીઓની આશંકાને નકારી ના કાઢી શકાય.તેમને પૂછવામાં આવ્યું હતું કે શું એજન્સી આ મામલામાં આતંકવાદી ગતિવિધિની સંભાવનાને નકારી કાઢે છે, સીઆઇએ પ્રમુખે કહ્યું હતું કે નહી બિલકુલ નહી.

આ દરમિયાન મલેશિયા એરલાયન્સે પોતાની વેબસાઇટ પર તાજા અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં સૌથી વધુ ધ્યાન મુસાફરો અને ચાલક દળન સભ્યોના પરિવારજનો પર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેનો અર્થ તેમને પળપળની માહિતી પુરી પાડવી. મુસાફરીની સુવિધા આપવી, ભોજન, ચિકિત્સા અને ભાવનાત્મક સમર્થન આપવાનું છે.

English summary
Details released Wednesday about the possible radar track of Malaysia Airlines Flight 370 revealed the depth of confusion over the fate of the plane and served as a reminder of how difficult such tracking can be.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X