ભાજપે રાજકીય ફાયદા માટે કાશ્મીરને નુક્શાન પહોંચાડ્યું છે : રાહુલ ગાંધી

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેલિફોર્નિયા યુનિવર્સિટી-બર્કલેના વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે ભાજપ અને મોદી સરકાર પર અનેક આકરા પ્રહારો કર્યા છે. તેમણે તેમના સંબોધનમાં નોટબંધી, જીડીપી, દેશમાં થઇ રહેલી હિંસા અને પાર્ટીના પરિવારવાદ સુધીની વાત કરી મોદી સરકાર પર નિશાનો લગાવ્યો છે. રાહુલે કહ્યું કે દેશમાં લાગુ કરવામાં આવેલી નોટબંધી વખતે સંસદની સલાહ પૂછવામાં નહતી આવી. તમને જણાવી દઇએ કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ બે અઠવાડિયા માટે અમેરિકાના પ્રવાસ પર છે.જ્યાં તેમણે તેમના ભાષણમાં કહ્યું કે પીએમ મોદીનો સ્વચ્છ ભારત એક સારો કાર્યક્રમ છે જે તેમણે પણ પસંદ છે. પણ ભારતને જે રીતે વિદેશી નીતિઓ બની રહી છે તે ચિંતાજનક છે.

Rahul Gandhi

તેમણે કહ્યું કે આજે રશિયા પાકિસ્તાનને હથિયાર વેચી રહ્યું છે. જે પહેલા ક્યારેય નહતું થયું. આ સિવાય નેપાલ, બર્મા, શ્રીલંકામાં ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે. અમેરિકા સાથે મિત્રતા જરૂરી છે પણ અન્ય દેશો જોડે પણ સંબંધો સારા રહે તે જરૂરી છે. કાશ્મીર મામલે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે આતંકીઓએ તેમની હિંસા વધારી છે. ભાજપે પોતાના રાજકીય ફાયદા માટે કાશ્મીરને નુક્શાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું 2013 સુધી તેમની સરકારે આતંકવાદની કમર તોડી નાંખી હતી. પણ હાલના વડાપ્રધાને આતંકીઓને ગળે લગાવ્યા છે અને તેને તે પોતાની મોટી સફળતા ગણાવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે

ભારતમાં અહિંસાના વિચારને હંમેશા આગળ રાખવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ ગરીબ લોકોને ગરીબી રેખાથી બહાર નીકાળવામાં આવ્યા તે પણ શાંતિપૂર્ણ રીતે. સાથે જ તેમણે કહ્યું કે ભાજપમાં જોબ ક્રિએટ કરનારા નથી. ભારતમાં હવે જોબ ક્રિએટ કરવી પડશે. તે ક્યારે ભારતના વડાપ્રધાન બનશે તે વાત પર પણ જણાવતા રાહુલ કહ્યું કે તે પોતે વડાપ્રધાન બનવા સંપૂર્ણ રીતે તૈયાર છે. જો પાર્ટી આદેશ કરશે તો તેમને ભારતના વડાપ્રધાન બનવામાં કોઇ વાંધો નથી. વધુમાં અમેરિકાના બર્કલેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભાષણ આપવા મામલે ધન્યવાદ વ્યક્ત કરતા રાહુલ ગાંધી કહ્યું કે મારા નાના પણ અહીં ભાષણ આપવા આવતા હતા. અને મને અહીં બોલવવા બદલ આભાર.

English summary
Congress vice-president Rahul Gandhi on Tuesday is addressing the University of California, Berkeley. Read here more details on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.