For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન ''જયરામ રમેશે'' કહ્યું 'બળાત્કાર બાદ મહિલા ગર્ભવતી બને તો ભગવાનની મરજી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

girl
વોશિંગ્ટન, 25 ઑક્ટોબર: અત્યાર સુધી તો ભારતના નેતાઓ ચિત્ર- વિચિત્ર નિવેદન આપતાં સાંભળ્યા હશે પરંતુ હવે અમેરિકા પણ આ હરોળમાં આવી ગયું છે. હાલમાં અમેરિકામાં ચૂંટણીના મુદ્દે ગરમાવો છે. બરાક ઓબામા અને રોમની વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે ત્યારે અમેરિકન સીનેટર રિચર્ડ મર્ડોકે એક વિવાદાસ્પદ નિવેદન કરી હંગામો ઉભો કર્યો છે.

રિચર્ડે કહ્યું હતું કે કોઇ સ્ત્રી બળાત્કારનો ભોગ બન્યા બાદ તે માતા બને છે તો તેને ઉપરવાળાની મરજી માની લેવી જોઇએ. તેને ક્યારેય ગર્ભપાત કરવવો જોઇએ નહી. તેમની નજરમાં એવી સ્થિતીમાં જ ગર્ભપાત કરાવવો જોઇએ કે જ્યારે સંતાનથી માતાને ખતરો હોય. આ સિવાય કોઇપણ પરિસ્થિતીમાં ગર્ભાપાત કરવવાની મંજૂરી આપવી જોઇએ નહી કારણ કે જીવન અણમોલ છે જે ઉપરવાળીની મરજીથી નસીબ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રિચર્ડના નિવેદનથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમની નારાજગીનો ફાયદો વિપક્ષ ઉઠાવશે. રિચર્ડની ટિપ્પણી પર વિપક્ષી ડેમોક્રેટિક ઉમેદવારો અને તેમના કેમ્પે પણ વિરોધ ઉઠાવ્યો છે.

English summary
Rape babies are gifts from God said Senate candidate Richard Mourdock in USA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X