For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US કોંગ્રેસમાં મોદીની સ્પીચ: અમેરિકન છાપામાં છવાયા મોદી

|
Google Oneindia Gujarati News

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસના કોંગ્રેસના જોઇન્ટ સેશનને સંબોધિત કર્યું. ત્યારે કંઇક તેવા દ્રશ્યો સર્જાયા જેણે પોતાની રીતે એક નવો ઇતિહાસ રચી દીધો. મોદીના આ ભાષણના કોંગ્રેસના જોઇન્ટ સેશનમાં ભારે વખાણ થયા. એટલું જ નહીં મોદીની એન્ટ્રી પડવાની સાથ જ ખાસ્સી વાર સુધી તાળીઓ પડતી રહી. સાંસદો તેમના ઓટોગ્રાફ લેવા માટે પડાપડી કરી અને સ્પીચ દરમિયાન મોદીને અનેક વાર સેન્ડિંગ ઓવેશન મળ્યું. સાથે જ કંઇક તેવા દ્રશ્યો સર્જાયા જે આજ પહેલા કોઇ ભારતીય વડાપ્રધાન માટે કદી સર્જાયા જ નહતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની આ સ્પીચમાં અમેરિકામાં રહેતા ભારતીયો, તેમની સિદ્ધિઓ, લોકશાહી, ગાંધીજીથી લઇને માર્ટિન લૂથર કિંગ અને આતંકવાદ જેવા મુદ્દાને આવર્યા. ત્યારે અમેરિકન મીડિયાએ મોદીની આ સ્પીચને કેવી રીતે કવર કરી, ત્યાંના છાપામાં મોદી વિષે શું શું લખવામાં આવ્યું તે વિષે વધુ જાણકારી મેળવો અહીં...

વોશિંગ્ટન પોસ્ટ

વોશિંગ્ટન પોસ્ટ

અમેરિકાના જાણીતા ન્યૂઝ પેપર વોશ્ટિંગ્ટન પોસ્ટ મોદીની સ્પીચ માટે આ મુજબ હેડલાઇન આપી "Addressing Congress, Modi calls for closer relations between India and U.S" અને લખ્યું કે આ તે જ મોદી છે જેને અમેરિકાએ એક સમય વિઝા નહતા આપ્યા.

વોશિંગ્ટન ડિસી

વોશિંગ્ટન ડિસી

વધુમાં મોદીના કપડા અને પોકેટમાં રાખવામાં આવેલા ત્રિરંગી રૂમાલની નોંધ પણ વોશિંગ્ટન પોસ્ટ લીધી હતી. અને લખ્યું હતું કે મોદીના આવ્યા બાદ લાંબા સમય સુધી તાળીઓનો ગડગડાટ બંધ નહતો થયો. સાથે જ મોદીના રમૂજ કરવાની છટાના પણ વખાણ કર્યા.

ન્યૂયોર્ક ટાઇમ્સ

ન્યૂયોર્ક ટાઇમ્સ

અમેરિકાના ટોપ મોસ્ટ સમાચારપત્ર તરીકે ઓળખાતા તેવા ન્યૂયોર્ક ટાઇમ્સે મોદીની આ સ્પીચ અંગે નીચે મુજબ હેડલાઇન આપી. "U.S. and India Mark a New Moment in Relations as Narendra Modi Speaks to Congress" તેણે કહ્યું કે મોદીની આ સ્પીચ ભારત અને અમેરિકાના નવા સંબંધોને દર્શાવે છે.

ન્યૂયોર્ક ટાઇમ્સ

ન્યૂયોર્ક ટાઇમ્સ

પોતાના લેખની શરૂઆતમાં ન્યૂયોર્ક ટાઇમ્સે મોદીએ જે રીતે આંતકવાદને વખોડ્યો તે વાતને આવકાર્યો હતો. સાથે જ તેણે અમેરિકા અને ભારતના સંબંધોના નવા સમીકરણો પર પ્રકાશ પાડતા રાજીવ ગાંધીની સ્પીચને યાદ કરી હતી.

ન્યૂયોર્ક ટાઇમ્સ

ન્યૂયોર્ક ટાઇમ્સ

આ અખબારે લખ્યું કે 31 પહેલા ભારતીય વડાપ્રધાન રાજીવ ગાંધી પણ અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરી હતી પણ ત્યારે તેમણે અફધાનિસ્તાનમાં સોવિયેટ લશ્કરની હાજરીને વખાણી હતી. જ્યારે મોદીએ આ માટે અમેરિકાના વખાણ કર્યા હતા. જે અંગે ન્યૂયોર્ક ટાઇમ્સ કહ્યું હતું કે "આ બતાવે છે કે ત્રણ દાયકામાં ભારત અને અમેરિકાના સંબંધો કેટલા આગળ આવ્યા છે."

વોશિંગ્ટન ટાઇમ્સ

વોશિંગ્ટન ટાઇમ્સ

વોશિંગ્ટન ટાઇમે નીચેની હેડલાઇન મોદીની સ્પીચ માટે આપી હતી "Modi says India can be strategic U.S. partner in volatile region"

વોશિંગ્ટન ટાઇમ્સ

વોશિંગ્ટન ટાઇમ્સ

વોશિંગ્ટન ટાઇમ્સે પણ લખ્યું હતું કે આ એજ મોદી છે જેને 10 વર્ષ સુધી અમેરિકાએ વીઝા નહતા આપ્યા. વધુમાં તેણે લખ્યું કે આ પહેલા પણ અનેક ભારતીય વડાપ્રધાનોએ સંદનમાં સ્પીચ આપી છે પણ મોદીની આ સ્પીચ અનેક રીતે યાદગાર અને ઐતિહાસિક હતી

English summary
Read what American newspaper says about modi us congress speech
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X