For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: 10 બાબતો જેના કારણે ઓબામાની થઇ ઉંઘ હરામ

|
Google Oneindia Gujarati News

ગૉડ બ્લેસ અમેરિકા, આ દેશભક્તિ સાથે જોડાયેલુ એ ગીત છે જેને ઇરવિન બર્લિને વર્ષ 1918માં પહેલી વખત લખ્યુ હતુ. જે સમયે એડોલ્ફ હિટલરનું જોર ખુબ જ ઝડપથી વધી રહ્યું હતુ અને અમેરિકા માટે તે પડકાર બની ગયા હતા. ત્યારે વર્ષ 1938માં કેટ સ્મીથે રેડિયો પર આ સોન્ગને પીસ સોન્ગ તરીકે બ્રોડકાસ્ટ કર્યું હતુ. આજે તેનુ મહત્વ ખરેખર વધી ગયુ છે.કારણ કે સુપર પાવર અમેરિકા હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે.

વર્ષ 2016માં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે. તે પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળનો અંતિમ તબક્કો તેમના માટે પડકારજનક સાબિત થઇ રહ્યો છે. અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનને તેના ઘરમાં ઘુસીને મોતને ઘાટ ઉતારનાર અમેરિકાના એડવાન્સ જેટને જ્યારે તાલિબાન આતંકીઓએ ફક્ત થોડી જ મિનીટ્સમાં નેસ્ત નાબુદ કરી નાખ્યુ ત્યારે ઘણાં સવાલ ઉભા થઇ ગયા.

અમેરિકી સેનાઓને ISIS સામે લડવા માટે હેલીકોપ્ટર માંગવા પડી રહ્યાં છે. તો પાકિસ્તાન જેવા દેશ પણ અમેરિકાને ચેતાવણી આપવા લાગ્યા છે.

એક નજર કરીએ કે કેવી રીતે રાષ્ટ્રપતિ ઓબામાને સવારે ચાની સાથે એક ખરાબ ખબર સાંભળવા પર મજબૂર થવુ પડે છે.

ISIS

ISIS

આ સંગઠન હવે અમેરિકા માટે ગળાની ફાંસ બની ગયુ છે. એક વર્ષથી વધુ સમય વિતી ચૂક્યો છે, તેમ છતા સિરીયા અથવા તો ઇરાકમાંથી અમેરિકાને કોઇ ગુડ ન્યૂઝ નથી મળી રહ્યાં.

 તાલિબાન

તાલિબાન

જે તાલિબાનના સફાયાનો દાવો અમેરિકાએ કર્યો હતો તે તાલિબાને અમેરિકી એડવાન્સ્ડ ફાઇટર જેટ F-16ને નાના હથિયારો વડે નેસ્તનાબુદ કરીને મોટી ક્ષતિ પહોંચાડી છે. અત્યારસુધી માનવામાં આવતુ હતુ કે F-16ને નુકસાન પહોંચાડવુ બાળકોના ખેલ નથી.

અલ કાયદા

અલ કાયદા

9/11ના હુમલા બાદ અમેરિકાએ અલકાયદા વિરૂદ્ધ યુદ્ધનું બ્યુગલ ફુક્યુ હતુ તે અલકાયદા ફરી એકવખત અમેરિકા વિરૂદ્ધ માથુ ઉચકી રહ્યું છે. મહત્વપૂર્ણ છેકે થોડા દિવસો પહેલા એક વિડીયો આવ્યો હતો જેમા અમેરિકા પર નવા હુમલાની ચેતવણી આપવામાં આવી છે.

અમેરીકી સેના

અમેરીકી સેના

અમેરિકાનું રક્ષા બજેટ દુનિયામાં સૌથી વધુ છે. પરંતુ આજે હાલત એવી છેકે અમેરિકાએ બ્રિટન પાસેથી હેલીકોપ્ટર ઉધાર માંગવા પડે છે.

રૂસ અને પુતિન

રૂસ અને પુતિન

અમેરિકાની બાદશાહીને આ સમયે કોઇએ પડકાર કર્યો છે, તો તે છે રૂસ અને તેના રાષ્ટ્રપતિ. રૂસે સિરીયામાં તાબડતોડ હુમલા કરીને અમેરિકાની ચિંતામાં વધારો કરી દીધો છે.

ઇંટેલીજેન્સ

ઇંટેલીજેન્સ

અમેરિકી ઇંટેલીજેન્સ ISIS વિરૂદ્ધ કેટલી ફેલ ગઇ છે તેના પુરાવા આપવાની જરૂર નથી. જે ઇંટેલીજેન્સના દમ પર ઓસામા બિન લાદેનનો ખાત્મો કરવામાં આવ્યો તે જ ઇંટેલીજેન્સ આજે ISISના અડ્ડાઓ શોધવામાં નાકામ સાબિત થઇ રહી છે.

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન

પાછલા સપ્તાહે અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી એશ્ટર્ન કાર્ટરે સાફ કહી દીધુ હતુ કે અહીંથી અમેરિકી સેનાઓ ક્યાંય નથી જઇ રહી. અમેરિકાના ઇતિહાસમાં અફઘાનિસ્તાનનું યુદ્ધ સૌથી મોટું યુદ્ધ સાબિત થવાનું છે.

ચીન

ચીન

જી હા ચીન, પાછલા દિવસોમાં બ્રિટન અને અમેરિકાની મિડીયાએ ચીન અને અમેરિકાની વચ્ચે થર્ડ વોર થવાની કેટલીક ખબરો પ્રકાશિત કરી હતી.

પાકિસ્તાન

પાકિસ્તાન

અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામા પાકને અનુરોધ કરીને થાકી ગયા છેકે પાક પોતાના દેશમાં હક્કાની જેવા નેટવર્ક પર લગામ લગાવે પરંતુ પાક માનવા તૈયાર જ નથી. તો બીજી તરફ પાકિસ્તાને અમેરિકાને ચેતવણી આપી છેકે દક્ષિણ એશિયામાં અસંતુલન કરવાની કોશિષ ના કરે.

ગન લો

ગન લો

જેવી રીતે અમેરીકામાં નિયમીત રીતે ફાયરીંગની ઘટનાઓ ઘટી રહી છે. તેનાથી અહીંના યુથમાં વધી રહેલી બેચેની સ્પષ્ટ થઇ રહી છે. ગન લોને વધુ મજબૂત કરવાનો રાગ ઉઠ્યો છે.પરંતુ હજી સુધી તેનો કોઇ કારગર ઉપાય સામે નથી આવ્યો.

English summary
From past few months US is facing few troubles ISIS is one of them and recent is Afghanistan. Here are few reasons how and why it seems that US is going through a bad phase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X