ભારત પાક. વિધાયકની માફી માંગે: રહેમાન મલિક

એક ટીવી ચેનલે હૈદરાબાદ બ્લાસ્ટ પરના પોતાના એક ખાસ કાર્યક્રમમાં મુત્તાહિદા કૌમી મુવમેન્ટના નેતા મંજર ઇમામની તસવીર બતાવી હતી અને તેમની શંકાસ્પદ આતંકવાદી તરીકે ઓળખાણ આપી હતી.
ઇમામની 17 જાન્યુઆરીના રોજ કરાંચીમાં તાલિબાન હુમલાખોરોએ ગોળીમારીને હત્યા કરી દીદી હતી. જોકે હજી સુધી એ વાતની જાણ થઇ શકી નથી કે આ સમાચાર ચેનલે આ મુદ્દે માફી માગી છે કે નહીં.
કરાચીમાં પત્રકારો સાથે વાતચીતમાં મલિકે હૈદરાબાદ વિસ્ફોટમાં ઇમામનું નામ ઘુસાડવા માટે માફી માંગવા જણાવ્યું છે. મલિકના જણાવ્યા અનુસાર ઇમામ સિંધ વિધાનસભાનમા સદસ્ય રહી ચૂક્યા હતા.












Click it and Unblock the Notifications
