કેનેડામાં એફબીઆઈ અધિકારીઓઓ ખાલિસ્તાનીઓ સાથે મુલાકાત કરી હોવાનો ખુલાસો, જાણો રિપોર્ટમાં શું સામે આવ્યુ?
ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે સતત સંબંધો બગડી રહ્યા છે ત્યારે હવે એક મોટો ખુલાસો થયો છે. નિજ્જરની હત્યા બાદ એફબીઆઈએ ખાલિસ્તાનીઓ સાથે મુલાકાત કરી હોવાનુ સામે આવ્યુ છે.
એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે FBI ના કેટલાક એજન્ટ અમેરિકામાં ખાલિસ્તાની આતંકીઓને મળ્યા હતા અને એલર્ટ કર્યા હતા.

ધ ઈન્ટરસેપ્ટના આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે એફબીઆઈ એજન્ટોએ તેમની મીટિંગ દરમિયાન ખાલિસ્તાનીઓને ચેતવણી આપી હતી કે તેમનો જીવ જોખમમાં હોઈ શકે છે. એફબીઆઈએ હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે અમેરિકન શીખ કોકસ કમિટીના સંયોજક પ્રિતપાલ સિંઘે ધ ઈન્ટરસેપ્ટને જણાવ્યું કે નિજ્જરની હત્યા બાદ તેને અને કેલિફોર્નિયામાં અન્ય બે શીખોને એફબીઆઈ તરફથી ફોન આવ્યો હતો અને તેમને મળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પ્રીતપાલ સિંહે કહ્યું કે, જૂન 2023 ના અંતમાં મને FBIના બે વિશેષ એજન્ટો મળ્યા અને મને કહ્યું કે તેમને માહિતી મળી છે કે મારા જીવને જોખમ છે. તેમણે ઉમેર્યું કે, તેઓએ અમને સ્પષ્ટપણે જણાવ્યું ન હતું કે ધમકી ક્યાંથી આવી રહી છે, પરંતુ તેઓએ કહ્યું કે મારે સાવચેત રહેવું જોઈએ.
બે અન્ય અમેરિકન શીખોએ નામ ન આપવાની શરતે જણાવ્યુ છે કે, તેમને પણ એફબીઆઈ એજન્ટ મળ્યા હતા. પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હરદીપ સિંહ નિજ્જરને 18 જૂન 2023 ના રોજ કેનેડામાં ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે સંબંધો બગડ્યા છે.
કેનેડાની સંસદમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોઈ શકે છે. જો કે ભારતે કેનેડાના આરોપોને ફગાવી દીધા છે. ભારતે કેનેડાના આરોપોને વાહિયાત ગણાવ્યા છે. કેનેડામાં ભારતીય અધિકારીને હટાવવાના જવાબમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
