For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Amazonના માલિકથી છૂટાછેડા લઈને મેકેંજી બની વિશ્વની સૌથી અમીર મહિલા

એમેઝોનના માલિક અને દુનિયાના અમીર બિઝનેસમેન જેફ બિજોજે 25 વર્ષ બાદ પોતાની પત્નીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

એમેઝોનના માલિક અને દુનિયાના અમીર બિઝનેસમેન જેફ બિજોજે 25 વર્ષ બાદ પોતાની પત્નીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. જેફ બિજોજ અને મેંકેજી બિજોજના છૂટાછેડા લગભગ 140 બિલિયન ડૉલરના છે અને આને દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા બતાવવામાં આવી રહ્યા છે. ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ વ્હાઈટ હાઉસની બહાર મીડિયાએ આ છૂટાછેડા પર તેમની સલાહ માંગી હતી. આના પર જવાબ આપતા આને એક સુંદર નિર્ણય ગણાવ્યો છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર 54 વર્ષના બિજોજ પાસે 137 બિલિયનની સંપત્તિ છે.

ઈતિહાસના સૌથી મોંઘા છૂટાછેડા

ઈતિહાસના સૌથી મોંઘા છૂટાછેડા

જેફ બિજોજ પાસે કુલ સંપત્તિ 137 બિલિયન ડૉલર છે અને કાયદા મુજબ આ સંપત્તિનો અડધો હિસ્સો બંને વચ્ચે વહેંચાશે. રિપોર્ટ્સ અનુસાર બિજોજ દંપત્તિ વચ્ચે છૂટાછેડાનું સેટલમેન્ટ 68 બિલિયન ડૉલરનું હશે જે અત્યાર સુધીના ઈતિહાસના સૌથી મોંઘા છૂટેછેડામાંના એક છે. જો બંને વચ્ચે સંપત્તિનો હિસ્સો બે બરાબર ભાગમાં વહેંચાય તો મેકેંજીને 4.76 લાખ કરોડ રૂપિયા મળી શકે છે.

મેકેંજી બનશે દુનિયાની સૌથી અમીર મહિલા

મેકેંજી બનશે દુનિયાની સૌથી અમીર મહિલા

મેકેંજીને 4.76 લાખ કરોડ રૂપિયા મળે તો તે દુનિયાની સૌથી અમીર મહિલા એલાઈસ વૉલ્ટનને પાછળ છોડી દેશે. વૉલમાર્ટની ઉત્તરાધિકારી વૉલ્ટનની નેટવર્થ 3.22 લાખ કરોડ રૂપિયા છે. બિજોજ પહેલા રશિયાના બિઝનેસમેન દિમિત્રી રિબોલોવ્લેવે 2-14માં પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા હતા તે બાદ બંને વચ્ચે 4.5 બિલિયન ડૉલરનું સેટલમેન્ટ થયુ હતુ. તે સમયે તેમની પત્નીને 3,16,77,75,00,000 રૂપિયા મળ્યા હતા. તે વખતે તે દુનિયાના પહેલા સૌથી મોંઘા છૂટાછેડા હતા.

નવા રિલેશનશીપ તરફ બિજોજ

નવા રિલેશનશીપ તરફ બિજોજ

તમને જણાવી દઈએ કે જેફ હાલમાં ન્યૂઝ એંકર રહેલી 49 વર્ષીય લૉરેનને ડેટ કરી રહ્યા છે. સાંચેજના પણ પતિ સાથે છૂટાછેડા થઈ ચૂક્યા છે અને 13 વર્ષ બાદ પેટ્રિક વ્હાઈટસેલ સાથે તેના લગ્ન ખતમ થઈ ચૂક્યા છે. બિજોજ અને મેકેંજી વચ્ચે 25 વર્ષની લગ્ન બાદ છૂટાછેડા થઈ રહ્યા છે. લગ્ન સમયે બંને કોઈ પણ પ્રકારનું કી પ્રિનઅપ સાઈન નહોતુ કર્યુ. આના કારણે 48 વર્ષીય મેકેંજી એમેઝોનના સીઈઓની 137 બિલિયન ડૉલરમાંથી અડધી સંપત્તિની હકદાર છે.

આ પણ વાંચોઃ ઈંગ્લિશમાં એક લાઈન પણ બોલી શકતા નથી પીએમ મોદીઃ મમતા બેનર્જીઆ પણ વાંચોઃ ઈંગ્લિશમાં એક લાઈન પણ બોલી શકતા નથી પીએમ મોદીઃ મમતા બેનર્જી

English summary
Rs 4.2 lakh crore alimony for Jeff Bezos? The most expensive celebrity divorces ever
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X