For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયાએ દોસ્ત ના હોય તેવા દેશોનુ લિસ્ટ બનાવ્યુ, અમેરિકા, યુકે સહિત આ દેશો શામેલ

રશિયાની સરકારે એ દેશોની યાદી જાહેર કરી છે જેમને તેમની સાથે દોસ્તીના સંબંધો નથી.

|
Google Oneindia Gujarati News

મૉસ્કોઃ રશિયાની સરકારે એ દેશોની યાદી જાહેર કરી છે જેમને તેમની સાથે દોસ્તીના સંબંધો નથી. આ યાદીમાં એ બધા દેશોના નામ છે જેમણે રશિયા પર પ્રતિબંધ લગાવ્યા છે. યુક્રેન વિરુદ્ધ યુદ્ધની શરૂઆત બાદથી ઘણા દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી દીધા છે. રશિયાએ જે યાદી જાહેર કરી છે તેમાં અમેરિકા, કેનેડા, યુરોપિયન સ્ટેટ, યુકે, યુક્રેન, મૉન્ટિનેગરો, સ્વિત્ઝરલેન્ડ, અબ્લાનિયા, એંડોરા, આઈસલેન્ડ, લાઈસ્ટેંસ્ટન, મોનાકો, નૉર્વે, સેન મરિનો, નૉર્થ મકદૂનિયા, જાપાન, સાઉથ કોરિયા, ઑસ્ટ્રેલિયા, માઈક્રોનેશિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, તાઈવાન છે.

putin

ચીની મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાએ તેના દુશ્મન દેશોની યાદીને મંજૂરી આપી દીધી છે. આ યાદીમાં યુરોપિયન યુનિયનના 27 દેશો છે. તમને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતે રશિયા સામેની સુનાવણીને ફગાવી દીધી છે. યુક્રેને રશિયા વિરુદ્ધ ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટીસમાં અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી હેગમાં ચાલી રહી હતી. યુક્રેને કહ્યુ છે કે રશિયાએ તરત જ તેના દેશમાં સૈન્ય કાર્યાહી બંધ કરી દેવી જોઈએ. સોમવારે સવારે સુનાવણી શરૂ થતા જ ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટીસમાં રશિયન વકીલો માટે અનામત રાખવામાં આવેલી બેઠકો ખાલી જોવા મળી હતી.

રશિયન સરકારના મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે યુક્રેન સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત માટે રશિયન પ્રતિનિધિ મંડળ બેલારુસ પહોંચી ગયુ છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે યુક્રેનમાં માનવતાવાદી કોરિડોર ખોલવામાં આવશે. રશિયાએ 3 યુક્રેની એસયુ-27 ફાઈટ જેટ, એક એસયુ-25, બે હેલિકોપ્ટર અને આઠ ડ્રોન તોડી પાડ્યા છે. આ ઉપરાંત રશિયન તરફી અલગતાવાદીઓએ મારિયોપોલ પર આક્રમણ કર્યુ. શહેરના પશ્ચિમ ભાગમાં લડાઈ થઈ હતી.

English summary
Russia approves list of countries who are unfriendly and imposed sanctions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X