For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયાનો યુક્રેન પર મોટો આરોપ - યુક્રેની સેનાએ ભારતીય વિદ્યાર્થીઓને બનાવ્યા બંધક

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે યુક્રેની સેનાએ ત્યાં હાજર ભારતીય છાત્રોને બંધક બનાવી લીધા છે

|
Google Oneindia Gujarati News

મૉસ્કોઃ યુક્રેનમાં બગડતી સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર ફરીથી વાત કરી. પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત કાઢવા માટે પુતિન સાથે ચર્ચા કરી. ત્યારબાદ રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે યુક્રેની સેનાએ ત્યાં હાજર ભારતીય છાત્રોને બંધક બનાવી લીધા છે અને તેમનો માનવ શીલ્ડ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. યુક્રેનની સેના ભારતીયોને રશિયાના ક્ષેત્રમાં જવાથી રોકી રહી છે.

ukraine

રશિયાના સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે અમારી માહિતી મુજબ ભારતીય છાત્રોને યુક્રેની સુરક્ષાબળો દ્વારા તેમનો હ્યુમન શીલ્ડ તરીકે ઉપયોગ કરવા અને રશિયા પહોંચવાથી રોકવા માટે બંધક બનાવવામાં આવ્યા. તેમની જવાબદારી સંપૂર્ણપણે કીવ અધિકારીઓની છે. યુક્રેની અધિકારીઓએ ભારતીય છાત્રોના એક મોટા સમૂહને બળજબરીથી ખારકીવમાં રાખ્યા છે.

રશિયાએ કહ્યુ કે આ બધા છાત્ર યુક્રેની ક્ષેત્રને છોડીને બેલગોરોડ જવા માંગે છે. પરંતુ તેમને યુક્રેન પોલેન્ડ બૉર્ડરથી મોકલવાની રજૂઆત કરી છે જે ઉપદ્રવગ્રસ્ત વિસ્તાર છે. રશિયન દૂતાવાસે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે રશિયાના સશસ્ત્ર બળ ભારતીય નાગરિકોની સુરક્ષિત નિકાસી માટે બધા જરુરી ઉપાય કરવા માટે તૈયાર છે. તેમણે રશિયાના ક્ષેત્રથી રસ્તો આપીને રશિયા સૈન્ય ટ્રાન્સપોર્ટ વિમાન કે ભારતીય વિમાનો દ્વારા ઘરમાં મોકલવા માટે તૈયાર છે જેવો કે ભારતીય પક્ષ પ્રસ્તાવ રાખ્યો હતો.

રશિયા દ્વારા ચોંકાવનારો આ દાવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કર્યા બાદ આવ્યુ છે. આ પહેલા આજે પીએમ મોદીએ એક વાર ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ આ વાતચીત એટલા માટે વધુ મહત્વની છે કારણકે રશિયાની સેનાએ યુક્રેનના ઘણા મોટા શહેરો પર હુમલા તેજ કરી દીધા છે. યુક્રેનના ખારકીવને કાલે થયેલા હુમલામાં ભારે નુકશાન થયુ છે અને ઘણા લોકોના જીવ પણ જતા રહ્યા છે.

રશિયાના આ આરોપો બાદ યુક્રેનના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યુ છે. યુક્રેનના વિદેશી બાબતોના મંત્રાલયે ભારત, પાકિસ્તાન, ચીન અને અન્ય દેશોની સરકારોને તત્કાલ આહ્વાન કર્યુ છે કે જેમના છાત્રો ખારકીવ અને સુમીમાં રશિયન સશસ્ત્રએ બંધક બનાવી લીધા છે તે મૉસ્કોને માંગ કરી કે બાળકોને કાઢવા માટે માનવીય પેસેજ ખોલી દે.

English summary
Russia claims Indian Students Kept As Hostages By Ukrainian army In Kharkiv
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X