For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગરિકોને કૉરિડોર આપવા માટે રશિયાએ કર્યુ યુક્રેનમાં આંશિક યુદ્ધ વિરામનુ એલાન

યુક્રેન સાથે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે રશિયાએ મોટુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

મૉસ્કોઃ યુક્રેન સાથે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે રશિયાએ મોટુ એલાન કર્યુ છે. રશિયાની સરકારે માનવીય આધાર પર નાગરિકોને કૉરિડર આપવા માટે યુદ્ધ વિરામ(સીઝ ફાયર)ની ઘોષણા કરી છે. રશિયાએ યુક્રેનમાં સ્થાનિક સમય મુજબ 6.00 વાગ્યાથી યુદ્ધવિરામની ઘોષણા કરી છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યુ કે રશિયાએ યુક્રેની શહેરો મારિયુપોલ અને વોલ્નોવાખામાં માનવીય કૉરિડોરને મંજૂરી આપીને શનિવારે આંશિક સંઘર્ષ વિરામની ઘોષણા કરી છે. રશિયા તરફથી મીડિયા એજન્સી સ્પુતનિકે આ માહિતી આપી છે.

putin

તમને જણાવી દઈએ કે રશિયા તરફથી યુક્રેનમાં સીઝ ફાયરનુ એલાન કરવામાં આવ્યુ છે. ભારતીય સમય અનુસાર સવારે 11 વાગે સીઝ ફાયર કરવામાં આવશે. આમાં કહેવામાં આવ્યુ છે કે જ્યાં સુધી અહીં ફસાયેલા લોકોને કાઢવામાં નહિ લેવામાં આવે ત્યાં સુધી હુમલા કરવામાં નહિ આવે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે રશિયાએ સીઝફાયરની વાત કહી છે. તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે 2 દોરની વાતચીત થઈ ચૂકી છે. જ્યારે ત્રીજા દોરની વાતચીત સંભવતઃ આજે કે કાલે થઈ શકે છે.

ઘણા લોકો ત્યાં ફસાયેલા છે જેમાં ભારતીય છાત્રો પણ શામેલ છે. તેમના માટે આ રાહતના સમાચાર છે. યુક્રેનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે સીઝફાયરનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રશિયન સેનાએ કીવ પાસે બુકા જિલ્લામાં એક કાર પર ઓપન ફાયરિંગ કર્યુ છે. આ કાર પર રશિયાની સેનાએ ત્યારે ગોળીઓ ચલાવી જ્યારે કારમાં સામાન્ય નાગરિકો સવાર હતા. દૂર્ઘટનામાં 17 વર્ષની એક કિશોરી સહિત બે લોકોના મોત થઈ ગયા અને ચાર અન્ય ઘાયલ થઈ ગયા છે. આ દરમિયાન કીવમાં ફરિયાદી કાર્યાલયે ગુનાહિત કાર્યવાહી શરુ કરી દીધી છે.

રશિયાની સેનાએ કીવની બહાર ઈરપિન શહેરમાં પણ શનિવારે સૈન્ય હોસ્પિટલ પર બૉમ્બમારો કર્યો છે. ઈરપિન શહેરમાં સવારથી રશિયાના સૈનિકોએ જબરદસ્ત ગોળીબાર કર્યો છે. અહીં સવારથી રેડ સાયરન વાગી રહી છે. સીઝફાયર હેઠળ યુક્રેનના વોલ્નોવાખાના ડીપીઆર શહેરમાં એક હ્યુમન કૉરિડોર બનાવવામાં આવશે. આના દ્વારા ત્યાં ફસાયેલા લોકોને કાઢવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ જગ્યાએ યુક્રેની સેના પણ તૈનાત હતી.

English summary
Russia declares ceasefire in Ukraine to open humanitarian corridors for civilians
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X