For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજી કોરોના વેક્સીન લૉન્ચ કરવાની તૈયારીમાં રશિયા, સપ્ટેમ્બર સુધીમાં પૂરુ થશે પરીક્ષણ

હજુ પહેલી વેક્સીન માટે વિવાદ ખતમ નથી થયો કે હવે રશિયા કોવિડ-19 માટે બીજી વેક્સીન લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધી 2 કરોડથી વધુ દર્દીઓની પુષ્ટિ થઈ ચૂકી છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. આ દરમિયાન રશિયાએ દુનિયાની સૌથી પહેલી કોરોના વેક્સીનનુ એલાન કરીને સૌને ચોંકાવી દીધા. હજુ પહેલી વેક્સીન માટે વિવાદ ખતમ નથી થયો કે હવે રશિયા કોવિડ-19 માટે બીજી વેક્સીન લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સપ્ટેમ્બર સુધી બીજી વેક્સીનનુ પરિક્ષણ પૂરુ કરી લેવામાં આવશે.

વેક્સીનની કોઈ સાઈડ ઈફેક્ટ નથી

વેક્સીનની કોઈ સાઈડ ઈફેક્ટ નથી

મીડિયા રિપોર્ટ મુજબ રશિયાના વેક્ટર સ્ટેટ રિસર્ચ ઑફ વાયરોલૉજી એન્ડ બાયોટેકનોલૉજી દ્વારા વિકસિત કરવામાં આવેલી એક કોરોના વેક્સીને મનુષ્યો પર કરેલી શરૂઆતના પરીક્ષણમાં સારુ પ્રદર્શન કર્યુ છે. EpiVacCorona નામની આ વેક્સીન એ વેક્સીન સ્પૂતનિક V (Sputnik V)થી એકદમ અલગ છે જેને રશિયાએ સૌથી પહેલા લૉન્ચ કરી છે. શરૂઆતના પરીક્ષણમાં વેક્સીનની કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી.

14થી 21 દિવસમાં દેખાશે અસર

14થી 21 દિવસમાં દેખાશે અસર

ઉપભોક્તા અધિકાર સંરક્ષણ અને માનવ કલ્યાણ પર નિરીક્ષણ માટે રશિયાની સંઘીય સેવાએ શુક્રવારે એ અંગે દાવો કર્યો છે. એજન્સીએ કહ્યુ કે EpiVacCorona વેક્સીનની ક્લીનિકલ પરીક્ષણ સપ્ટેમ્બરમાં પૂરુ થઈ જશે. સંસ્થાએ જણાવ્યુ કે વેક્સીન લગાવ્યા બાદ પણ વૉલંટિયર્સ સારુ અનુભવી રહ્યા છે. EpiVacCorona વેક્સીન શરૂઆતના પરીક્ષણ 57 સ્વયંસેવકો પર કરવામાં આવ્યુ જ્યારે 47 લોકોને પ્લસબો આપવામાં આવ્યુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વેક્સીન લીધાના 14થી 21 દિવસની અંદર જ વૉલંટીયર્સમાં કોરોના વાયરસ સામે એક પ્રતિરક્ષા તંત્ર વિકસિત થયુ.

ફ્રંટલાઈન વર્કર્સને લગાવવામાં આવશે વેક્સીન

ફ્રંટલાઈન વર્કર્સને લગાવવામાં આવશે વેક્સીન

એટલુ જ નહિ આ દરમિયાન વેક્સીનનો કોઈ દુષ્પ્રભાવ જોવામાં આવ્યો નહોતો. તમને જણાવી દઈએ કે ઓગસ્ટની શરૂઆતમાં જ રશિયાએ દુનિયાની સૌથી પહેલી વેક્સીન સ્પૂતનિક Vને લૉન્ચ કરી હતી. આ સાથે જ રશિયા કોવિડ-19 વેક્સીનને મંજૂરી આપનાર વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. માહિતી મુજબ રશિયાએ વેક્સીનની પહેલી ખેપ પણ તૈયાર કરી લીધી છે. આ વેકસીન સૌથી પહેલા ફ્રંટલાઈન વર્કર્સને લગાવવામાં આવશે. રશિયાને આ વેક્સીનની ડિલીવરી માટે 20 દેશોમાંથી ઑર્ડર પણ મળી ચૂક્યા છે.

ગણેશ ચતુર્થીઃ લંબોદરની આ દૂર્લભ પ્રતિમાઓ શું તમે જોઈ છે?ગણેશ ચતુર્થીઃ લંબોદરની આ દૂર્લભ પ્રતિમાઓ શું તમે જોઈ છે?

English summary
Russia to launch second corona vaccine, trial to be completed by September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X