રશિયા-યુક્રેન તણાવઃ યુક્રેનમાં સરકારી વિભાગ અને બેંકોની વેબસાઈટ પર સાઈબર હુમલો
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે યુક્રેની સરકારી એજન્સીઓ અને બેંક પર મોટો સાઈબર હુમલો સામે આવ્યો છે.
કીવઃ એક તરફ જ્યાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે અને ગમે ત્યારે રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે ત્યારે બીજી તરફ અમેરિકાએ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે તે યુક્રેન પર રશિયાના હુમલાનો નિર્ણાયક જવાબ આપવા માટે તૈયાર છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે યુક્રેનની સરકારી એજન્સીઓ અને બેંક પર મોટો સાઈબર હુમલો સામે આવ્યો છે. અધિકારીઓએ આ સાઈબર હુમલાની પુષ્ટિ કરી છે. રિપોર્ટ મુજબ યુક્રેનની 10 વેબસાઈટે ડીડીઓએસ એટેકના કારણે કામ કરવાનુ બંધ કરી દીધુ. જે વેબસાઈટે કામ કરવાનુ બંધ કરી દીધુ એમાં યુક્રેનના સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય અને બે મોટી બેંક છે.

યુક્રેનની સૌથી મોટી સરકારી બેંક, પ્રાઈવેટ બેંકમાં ઑનલાઈન ચૂકવણીમાં મુશ્કેલી આવી રહી છે. આ બેંકની એપ પણ કામ નથી કરી રહી. યુક્રેનની સૌથી મોટી સરકારી બેંક, પ્રાઈવેટ બેંકોમાં લોકોને એ વાતની ફરિયાદ છે કે તે ઑનલાઈન બેંકિંગ સેવાનો ઉપયોગ નથી કરી શકતો અને બેંકની એપ પણ કામ નથી કરી રહી. જો કે, યુક્રેનની સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે બેંકમાં લોકોના જમા પૈસા સુરક્ષિત છે અને તેને લઈને કોઈ પણ પ્રકારનુ જોખમ નથી. યુક્રેનની સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે આ સાઈબર હુમલા પાછળ મંગળવારની ઘટના હોઈ શકે છે. બની શકે છે કે આ લોકો આવુ એટલા માટે કરી રહ્યા છે કારણકે તેમની ગઈ યોજનાઓ નિષ્ફળ રહી છે.
તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં પણ યુક્રેને રશિયા પર સાઈબર હુમલાનો આરોપ લગાવ્યો હતો. એ દરમિયાન યુક્રેનની 70 સરકારી વેબસાઈટોએ કામ કરવાનુ એકસાથે બંધ કરી દીધુ હતુ. ગયા મહિને થયેલા આ સાઈબર હુમલામાં વેબસાઈટ પર લખવામાં આવ્યુ હતુ કે યુક્રેને ડરવુ જોઈએ અને તેના આનાથી પણ ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવુ જોઈએ. નોંધનીય વાત એ છે કે 2017માં રશિયાએ યુક્રેન પર સૌથી મોટો સાઈબર હુમલો કર્યો હતો જેના કારણે 10 બિલિયન ડૉલરનુ નુકશાન થયુ હતુ. રશિયાના આ હુમલા પર અમેરિકાએ ખુલ્લી રીતે રશિયાને આના માટે જવાબદાર ગણીને કહ્યુ હતુ કે રશિયા યુક્રેન પર હુમલાની તૈયારી કરી રહ્યુ છે અને આ સાઈબર હુમલો મોટુ સંકટ છે.












Click it and Unblock the Notifications
