Russia Ukraine crisis : પુતિનને વહેમ હતો કે, અમે જવાબ નહીં આપીએ, પણ અમે યુક્રેનના લોકો સાથે છીએ : બાઇડન
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે યુએસ પ્રમુખ જો બાઇડને સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા હંમેશા સરમુખત્યાર પર જીતી જશે.
Russia Ukraine crisis : યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે યુએસ પ્રમુખ જો બાઇડને સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા હંમેશા સરમુખત્યાર પર જીતી જશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને યુક્રેનની જનતાની હિંમત જોવાલાયક છે. તેમના ભાષણમાં, ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, પ્રકાશ અંધકાર પર વિજય મેળવશે. આપણે વિશ્વને આ સંદેશ આપવાની જરૂર છે કે, આપણે તેમની સાથે ઉભા છીએ.

યુરોપ અને પશ્ચિમ કંઈ કરશે નહીં અને જવાબ આપશે નહીં
અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, અમેરિકા યુક્રેનની સાથે છે. જ્યારે સરમુખત્યારો તેમના કાર્યોની કિંમત ચૂકવતા નથી, ત્યારે તેઓ વધુ પાયમાલી સર્જે છે. આ જ કારણ છે કે, નાટોની રચના થઈ હતી. યુક્રેન પર પુતિનનો હુમલો બિન ઉશ્કેરણીજનક કાર્યવાહી છે. અમે તેમને ઘણી વખત ચેતવણી આપી છે. પુતિને એક મોટી ભૂલ કરી છે, તેમણે વિચાર્યું કે, યુરોપ અને પશ્ચિમ કંઈ કરશે નહીં અને જવાબ આપશે નહીં, પરંતુ તે ખોટો હતો, અમે તૈયાર હતા. યુક્રેન રશિયા યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત રાષ્ટ્રપતિ ટ્રમ્પ એકસાથે તમામ રાજ્યોને સંબોધિત કરી રહ્યા છે.
હું રશિયન વિમાનોને અમેરિકન એરસ્પેસ પર ઉડવા પર પ્રતિબંધ મૂકું છું
અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, અમે રશિયા પર ઘણા પ્રતિબંધો લાદ્યા છે, અમેરિકાએ યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવી રહેલા માનવાધિકારના ઉલ્લંઘનનું મૂલ્યાંકન કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આજે હું રશિયન વિમાનોને અમેરિકન એરસ્પેસ પર ઉડવા પર પ્રતિબંધ મૂકું છું. અમે યુક્રેન પર આવા પગલાં લેવાનું ચાલુ રાખીશું, જેથી પુતિન તેના કાર્યોની કિંમત ચૂકવે. અમારા દળો યુક્રેનમાં જશે નહીં, પરંતુ નાટો રાષ્ટ્ર પોતાનો બચાવ કરવા માટે પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, હું અમેરિકાના તમામ લોકોને કહેવા માંગુ છું કે, અમે રશિયા પર શક્ય તેટલું આર્થિક દબાણ વધારવા માટે દરેક સંભવિત પગલાં લઈ રહ્યા છીએ. જ્યારે ઈતિહાસ લખાશે, ત્યારે લોકોને યાદ હશે કે, પુતિને રશિયાને નબળું પાડ્યું અને પશ્ચિમને મજબૂત બનાવ્યું છે. આ યુદ્ધમાં આપણે બધા દેશોને એકજૂથ જોઈ રહ્યા છીએ. રશિયામાં પણ લોકો પોતાની જ સરકારનો વિરોધ કરી રહ્યા છે. અમે યુક્રેનના લોકો સાથે ઉભા છીએ અને અમે તેમની સાથે છીએ.












Click it and Unblock the Notifications
