Russia-Ukraine War : યુક્રેન પર રશિયાએ ઘાતક બેલેસ્ટિક મિસાઈલ ICBM છોડી, અમેરિકાને પણ ચેતવણી
Russia and Ukraine War : યુક્રેન પર હુમલો કરીને તબાહી મચાવનારૂ રશિયા થોભવાનું નામ નથી લઈ રહ્યું છે. હવે રશિયાએ ઘાતક બેલેસ્ટિક મિસાઈલથી યુક્રેન પર હુમલો કર્યો છે.
ગુરૂવારે યુક્રેનિયન સેનાના એક દાવાએ દુનિયાની ચિંતા વધારી છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ ડીનીપ્રો શહેર પર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે.

અહેવાલો અનુસાર, આ પહેલીવાર છે જ્યારે રશિયાએ યુક્રેન વિરુદ્ધ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે. આ મિસાઈલ હજારો કિલોમીટરના અંતરે લક્ષ્યો પર ચોક્કસ હુમલો કરી શકે છે. ICBM મિસાઈલને શક્તિશાળી પરમાણુ સક્ષમ હથિયાર ગણાય છે.
પરંપરાગત સ્ત્રો સાથે ICBM ફાયરિંગ યુક્રેન અને તેના પશ્ચિમી સાથીઓ માટે મોટી ચેતવણી માનવામાં આવે છે. અમેરિકન પ્રમુખ જો બાઈડન અને બ્રિટીશ વડાપ્રધાન કીર સ્ટારમેરે યુક્રેનને રશિયામાં લક્ષ્યોને નિશાન બનાવવા પશ્ચિમી લાંબા અંતરની ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપ્યા બાદ આ હુમલો થયો છે.
વોશિંગ્ટન અને લંડનથી મંજૂરી મળ્યાના કલાકોમાં જ યુક્રેને યુએસ નિર્મિત એટીએસીએમએસ મિસાઈલ અને યુકે નિર્મિત સ્ટોર્મ શેડો મિસાઈલ રશિયા પર ફાયર કરી હતી.
જણાવી દઈએ કે, ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ એવી મિસાઈલ છે જે એક મહાદ્વીપથી બીજા મહાદ્વીપ સુધી પ્રહાર કરી શકે છે. રશિયાએ તેની RS-28 સરમાટ મિસાઈલનો ઉપયોગ કર્યો છે, જેને નાટો દેશોએ સૈટન 2 નામ આપ્યું છે.
આ મિસાઈલ પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ છે અને એકસાથે 10-15 વોરહેડ્સ અલગ-અલગ લક્ષ્યો પર ફાયર કરી શકે છે. આ મિસાઈલની રેન્જ 18,000 કિલોમીટર આસપાસ છે.
રશિયાના આ પગલાને યુક્રેને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ તેને યુદ્ધનું નવું અને ખતરનાક સ્તર ગણાવ્યું. બીજી તરફ રશિયાએ આ હુમલાને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું પગલું ગણાવ્યું.
રશિયાના આ પગલાની વિશ્નમાં કડક શબ્દોમાં ટીકા થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર અને નાટોએ ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે કે આવા પગલાથી પરમાણુ યુદ્ધનું જોખમ વધી શકે છે.












Click it and Unblock the Notifications
