રશિયન સૈન્યનું ગાયબ વિમાન ક્રેશ, કાટમાળ મળ્યો

Subscribe to Oneindia News

રશિયન સૈન્યનું સીરિયા જઇ રહેલુ વિમાન કે જે રડારથી ગાયબ થઇ ગયુ હતુ તે કાળા સમુદ્ર પાસે ક્રેશ થઇ ગયુ છે. વિમાનનો કેટલોક ભાગ અહીં મળ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રીના જણાવ્યા મુજબ આ વિમાનમાં 91 લોકો સવાર હતા. સંરક્ષણ મંત્રાલય અનુસાર ટીયુ-154 વિમાને સોચીથી ઉડાન ભરી હતી તે કાળા સમુદ્ર પાસે ગાયબ થઇ ગયુ હતુ.

plane

સંરક્ષણ મંત્રાલય અનુસાર વિમાન રશિયાના સમય અનુસાર સવારે 5.40 વાગે રડારથી ગાયબ થયુ હતુ અને તેનો કોઇ સંપર્ક થઇ શક્યો નહોતો. પ્રારંભિક જાણકારી મુજબ તે મોસ્કોની નજીક સોચીથી ચોકોવૈસ્કી પહોંચ્યુ, ત્યાં તેણે ઇંધણ પુરાવ્યુ. ત્યારબાદ તે કરાસ્નોડર પાસે પહાડી વિસ્તારમાં ક્રેશ થઇ ગયુ.

બીબીસી અનુસાર આ વિમાનમાં ત્રણ એંજિન છે, આનું નિર્માણ રશિયા એરોસ્પેસ અને સંરક્ષણ મંત્રાલયની કંપની ટુપોલેવે કર્યુ છે. આ સૌથી ઝડપી વિમાનોમાંનું એક છે કે જે પહાડી વિસ્તારો માટે મુખ્યત્વે ઉપયોગમાં લેવામાં આવે છે. આ વિમાન ટેક ઓફ કર્યાની માત્ર 20 મિનિટમાં જ રડારથી ગાયબ થઇ ગયુ હતુ. આ વિમાનમાં પત્રકાર, સેનાના જવાન, સંગીતકાર સહિત 8 ક્રૂ મેમ્બર સવાર હતા.

English summary
Russian aircraft headed to Syria goes off the radar
Please Wait while comments are loading...