રશિયાઃ ઈમરજન્સી લેન્ડિંગ સમયે વિમાનમાં આગ લાગતાં 41 યાત્રીઓના મોત

રશિયાઃ ઈમરજન્સી લેન્ડિંગ સમયે વિમાનમાં આગ લાગતાં 41 યાત્રીઓના મોત

મોસ્કોઃ રશિયાના મોસ્કો એરપોર્ટ પર વિમાની દુર્ઘટનામાં 41 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. આ ઘટના એ સમયે થઈ જ્યારે વિમાન ઈમરજન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું, આ દરમિયાન વિમાનમાં આગ લાગી ગઈ હતી, આગ એટલી ભીષણ હતી કે લોકોને વિમાનની બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો અને 41 લોકોનું દર્દનાક મૃત્યુ થયું. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે સુખોઈ સુપરજેટ 100 ઉપર-નીચે ડગમગતું લેન્ડ થયું. જેને કારણે વિમાનમાં આગ લાગી ગઈ અને આગની લપેટ તેજીથી ઉઠવા લાગી. ઘટના બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અને પીએમ દિમિત્રી મેદવેદેવે આના પર દુઃખ જતાવ્યું છે અને મામલાની તપાસ માટે આદેશ આપ્યા છે જેથી દુર્ઘટનાનું કારણ સામે આવી શકે.

plan crash

કુલ 73 યાત્રી સવાર હતા

જાણકારી મુજબ એસયૂ 1492 વિમાનમાં આગ લાગ્યા બાદ લોકો ઈમરજન્સી સ્લાઈડથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા, જેમાં કેટલાક લોકો સફળ પણ થયા, પરંતુ ક્રેશને કારણે લાગેલી ભીષણ આગને કારણે બધા લોકો વિમાનની બહાર ન નીકળી શક્યા. આ વિમાન મોસ્કોથી મર્માસ્ક જઈ રહ્યું હતું, જેમાં કુલ 73 યાત્રી સવાર હતા, જ્યારે 5 ક્રૂ મેમ્બર પણ વિમાનમાં સવાર હતા. રશિયાની તપાસ કમિટીના પ્રવક્તા સ્વાતલના પેટ્રેંકોએ જણાવ્યું કે 78માંથી 37 લોકો વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે, જ્યારે 41 લોકોનું મૃત્યુ થયું છે.

ખરાબ હવામાનને કારણે દુર્ઘટના ઘટી

જો કે હજુ સુધી સત્તાવાર રૂપે આ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે આખરે કયા કારણસર વિમાનમાં આગ લાગી. તપાસ એજન્સીનું કહેવું છે કે મામલાની તપાસ કરી રહ્યા છીએ કે શું પાયલટે સુરક્ષા માપદંડનો ઉલ્લંઘન કર્યો છે કે નહિ. કેટલાક યાત્રીઓનું કહેવું છે કે ખરાબ હવામાન અને આસમાની વીજળીને કારણે આ દુર્ઘટના ઘટી. એક યાત્રી પ્યોત્ર ઈગોરોવે જણાવ્યું કે અમે જ્યારે ઉડાણ ભરી ત્યારે જ વિમાન પર વિજળી પડી હતી. અમે બહુ ડરી ગયા હતા, અમે લોકો બેભાન થઈ ગયા હતા. વિમાન એકદમથી સ્ટ્રિપ પર અથડાયું અને તેમાં આગ લાગી ગઈ.

આ પણ વાંચો- ફરી દુર્ઘટનાગ્રસ્ત બન્યું બોઈંગ 737, અમેરિકાની નદીમાં ખાબક્યું પ્લેન, બધા પ્રવાસીઓ સુરક્ષિત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X