For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ દેશે બનાવી દુનિયાની સૌથી પહેલી કોરોના વેક્સીન! બધા ટેસ્ટ રહ્યા સફળ

એક મોટા સમાચાર આવી રહ્યા છે અને તે એ કે રશિયાએ કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે. વાત જો વિશ્વભરની કરીએ તો અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકો આ જાનલેવા બિમારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે. વળી, દુનિયાભરના વૈજ્ઞાનિક આની વેક્સીન બનાવવામાં લાગ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે જ્યાં સુધી આ મહામારીની દવા શોધી ન લેવાય જિંદગીને પાટા પર લાવવી સરળ નહિ હોય. આ દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે અને તે એ કે રશિયાએ કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરી લીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર રશિયાના સેચેનોવ વિશ્વવિદ્યાલયનો દાવો છે કે તેણે કોરોના વાયરસની વેક્સીન બનાવી લીધી છે.

કોરોના વેક્સીની બધી ટ્રાયલ સફળ

કોરોના વેક્સીની બધી ટ્રાયલ સફળ

વિશ્વવિદ્યાલયનો દાવો છે કે કોરોના વેક્સીનની બધી ટ્રાયલ સફળતાપૂર્વક પૂરા કરી લીધા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે જો રશિયાનો આ દાવો સાચો સાબિત થયો તો આ દુનિયાની પહેલી કોરોના વેક્સીન હશે. જો કે કોરોના વેક્સીન બનાવવાની દિશામાં ભારતે એક પગલુ આગળ વધારી દીધુ છે અને વેક્સીનની જાનવરો પર ટ્રાયલ પૂરી કરી લીધી છે અને જલ્દી મનુષ્યો પર પણ ટ્રાયલ શરૂ કરવામાં આવશે. વળી, અમેરિકા સહિત દુનિયાના તમામ વિકસિત રાષ્ટ્ર કોરોના પર વેક્સીન તૈયાર કરવામાં લાગ્યા છે.

18 જૂને શરૂ થયુ હતુ વેક્સીનનુ પરીક્ષણ

18 જૂને શરૂ થયુ હતુ વેક્સીનનુ પરીક્ષણ

ઈન્સ્ટીટ્યુટ ફૉર ટ્રાન્સલેશન મેડિસિન એન્ડ બાયોટેકનોલૉજીના નિર્દેશક વદિમ તરાસોવે કહ્યુ કે વિશ્વવિદ્યાલયે 18 જૂને રશિયાના ગેમલી ઈન્સ્ટીટ્યુટ ઑફ એપિડેમિયોલૉજી એન્ડ માઈક્રોબાયોલૉજી દ્વારા નિર્મિત વેક્સીનનુ પરીક્ષણ કર્યુ હતુ. તારાસોવે કહ્યુ કે સેચેનોવ વિશ્વવિદ્યાલયે કોરોના વાયરસ સામે દુનિયાની પહેલી વેક્સીનના સ્વયંસેવકો પર સફળતાપૂર્વક પરીક્ષણ કરી લીધુ છે.

ટૂંક સમયમાં બજારમાં થશે ઉપલબ્ધ

ટૂંક સમયમાં બજારમાં થશે ઉપલબ્ધ

સેચેનોવ યુનિવર્સિટીમાં ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ પેરાસિટોલૉજી, ટ્રૉપિકલ એન્ડ વેક્ટર-બૉર્ન ડિસીઝના નિરદેશક એલેક્ઝાન્ડર લુકાશેવે જણાવ્યુ કે સુરક્ષા હેઠળ વેક્સીના બધા પાસાંઓની તપાસ કરી લેવામાં આવી છે. હવે આ વેક્સીન ક્યાં સુધી લોકો સુધી પહોંચશે, એ તે ખબર નથી પરંતુ એલેક્ઝાન્ડર લુકાશેવે કહ્યુ કે તે જલ્દી બજારમાં ઉપલબ્ધ થશે. વદિમ તરાસોવના જણાવ્યા મુજબ એક મહામારીની સ્થિતિમાં સેચેનોવ વિશ્વવિદ્યાલયે માત્ર એક શૈક્ષણિક સંસ્થા તરીકે નહિ પરંતુ એક વૈજ્ઞાનિક અને ટેકનિકલ અનુસંધાન કેન્દ્ર તરીકે કામ કર્યુ, જે ડ્રગ્ઝ જેવી મહત્વપૂર્ણ અને જટિલ ઉત્પાદનોનુ નિર્માણ કરવામાં સક્ષમ છે. અમે આ વેક્સીન સાથે કામ કર્યુ કે જે પ્રીક્લિનિકલ સ્ટડીઝ અને પ્રોટોકૉલ ડેવલપમેન્ટ સાથે શરૂ કર્યુ હતુ અને વર્તમાનમાં ક્લિનિકલ પરીક્ષણ ચાલી રહ્યુ છે. તેમણે કહ્યુ કે સ્વયંસેવકોના પહેલા સમૂહને બુધવારે અને બીજાને 20 જુલાઈએ છૂટ્ટી આપી દેવામાં આવશે.

પર્યટકો માટે ગુડ ન્યૂઝ, 14 જુલાઈથી ખુલશે જમ્મુ કાશ્મીર પરંતુ આ શરતો સાથેપર્યટકો માટે ગુડ ન્યૂઝ, 14 જુલાઈથી ખુલશે જમ્મુ કાશ્મીર પરંતુ આ શરતો સાથે

English summary
Russian university successfully completes trials of world’s 1st Coronavirus vaccine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X