For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરબજીતના વકીલને તાલિબાનીઓએ આપી ધમકી

By Super
|
Google Oneindia Gujarati News

SARABJEET
લાહોર, 2 માર્ચઃ પાકિસ્તાની જેલમાં બંધ સરબજીત સિંહના વકીલે આજે કહ્યું કે, તેમણે ભારતીય નાગરીકના મામલા જોવા બદલ તાલિબાને મોતની ધમકી આપવામાં આવી છે. સરબજીતે પાકિસ્તાનની અદાલતે મોતની સજા સંભળાવી ચૂકી છે. સરબજીતના વકીલ અવૈસ શેખે કહ્યું કે પ્રતિબંધિત તહરીક એ તાલિબાન પાકિસ્તાનના એક અજ્ઞાત કાર્યકર્તાએ પત્ર લખીને તેમની પત્નીને ચેતવણી આપી છે કે તે પોતાના પતિને સરબજીતનો મામલો નહી જોવા જણાવી રહ્યાં છે.

શેખે જણાવ્યા પ્રમાણે પત્રમાં લખ્યું છે, ' હું તહરીક એ તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલો છું અને ફેસલબાદ જિલ્લાનો નિવાસી છું. હું તમને જણાવવા માગું છું કે પોતાના પતિ સરબજીતના મામલાની વકાલત કરી રહ્યાં છે, જે બોમ્બ ધડાકામાં મારા આખી પરિવારના મોત માટે જવાબદાર છે.'

પત્રમાં લખવામાં આવ્યું છે કે, તમારા પતિ સરબજીત સિંહ અંગે પત્રકાર પરિષદ કરી રહ્યાં છે. જો તેવું થાય છે તો એ તમારા પતિ માટે અંતિમ દિવસ હશે અને તમારા પરિવારનો દરેક સભ્ય માર્યો જશે. તમે આવતી કાલે તમારા બાળકોના મૃતદેહ જોવા મળશે.

નોંધનીય છે કે સરબજીત સિંહને 1990ના એ બોમ્બ વિસ્ફોટ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે, જેમાં 14 લોકોના મોત નિપજ્યાં હતા, જો કે સરબજીતના પરિવારનું કહેવું છે કે તે ખોટી ઓળખનો શિકાર બન્યો છે.

English summary
Pak based Taliban has given life threat to Sarabjit Singh's lawyer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X