For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટના સંપાદકને મળી 600 કોરડાની સજા!

|
Google Oneindia Gujarati News

સાઉદી અરબમાં સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટના કારણે રૈફ બદાવી નામના એક શખ્સને સાત વર્ષની જેલ અને 600 કોરડા ફટકારવાની સજા સંભળાવવામાં આવી છે. રૈફ બદાવી પર આરોપ છે કે તેણે 'ફ્રી સાઉદી લિબરલ' નામની વેબસાઇટમાં ઇસ્લામિક મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું હતું અને ઉદારવાદી વિચારોને પ્રોત્સાહન આપતી સામગ્રી મૂકી હતી. જેના કારણે તેને આ સજા ફટકારવામાં આવી હતી.

saudi arab
બદાવીએ દેશમાં ધર્મની ભૂમિકા પર ચર્ચા કરવા માટે 'ફ્રી સાઉદી લિબરલ' નામની વેબસાઇટ શરૂ કરવામાં આવી હતી. આની પહેલા 2012ના રોજ સાઇબર ક્રાઇમ સેલે બદાવીને પોતાના પિતાની વાત નહીં માનવાના આરોપમાં ગિરફ્તાર કર્યો હતો. સાઉદી અરબમાં પોતાના પિતાની વાત નહીં સાંભળવી એક ગુનો છે. સાઉદીના એક સ્તાનીય અખબારની માનીએ તો જજે બદાવીને વેબસાઇટ બંધ કરવાના આદેશ પણ આપ્યા છે.

પરંતુ બીજી બાજું માનવાધિકાર સંસ્થા હ્યુમન રાઇટ્સ વોચ અનુસાર બદાવીને પોતાના સાઇટમાં કેટલાંક ધાર્મિક નેતાઓની ટીકા કરી હતી, જેના કારણે બદાવીને સજા સંભળાવવામાં આવી છે. ફ્રાંસે સઉદીની કોર્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણય પર ચિંચા વ્યક્ત કરી છે.

English summary
Saudi Arabian social website editor sentenced to seven years behind bars and 600 lashes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X