વૈજ્ઞાનિકોને મળ્યો અનોખો ગ્રહ, અહીં માણસ 2 હજાર વર્ષ જીવી શકે છે
સ્પેસ સાયન્સ દિવસે દિવસે નવા આયામો સર કરી રહ્યું છે. હવે વૈજ્ઞાનિકો અરબો પ્રકાશવર્ષ દુર રહેલા ગ્રહો પરની સ્થિતીનો અંદાજ પૃથ્વી પર બેઠા બેઠા જ લગાવી રહ્યાં છે.
તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ વૈજ્ઞાનિકોને એક એવો ગ્રહ મળી આવ્યો છે જ્યાં પહેલાથી જ જીવન હોઈ શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર, અહીં માણસ 2 હજાર વર્ષ જીવી શકે છે.

તમને સવાલ થાય કે પૃથ્વી પર જીવનની શરૂઆત કેવી રીતે થઈ? વૈજ્ઞાનિકે પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે 4 અબજ વર્ષ પહેલા જ્વાળામુખીમાંથી જીવનની શરૂઆત થઈ હતી. એ વખતે પૃથ્વી પરની ઉથલપાથલમાંથી નીકળેલા રાસાયણિક તત્ત્વોએ ઓર્ગેનિક સ્વરૂપ ધારણ કર્યું અને એક સજીવનું સર્જન થયું.
નેચરમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, કેનેડાના બ્રિટિશ કોલમ્બિયાના એક તળાવમાં કેટલાક સંકેતો મળ્યા છે કે જે દર્શાવે છે કે જીવન ક્યારે શરૂ થયું હતું.
અવકાશ રહસ્યોથી ભરેલી દુનિયા છે. પૃથ્વી ઉપરાંત વૈજ્ઞાનિકો ચંદ્ર સહિત અન્ય ગ્રહો પર પણ જીવનની શોધ કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી માત્ર પૃથ્વી પર જ માનવ જીવન માટે દરેક વસ્તુ સરળતાથી ઉપલબ્ધ છે. આજે પૃથ્વી પર મનુષ્યની સરેરાશ ઉંમર 70-80 વર્ષ છે. ઘણા કિસ્સાઓમાં કેટલાક લોકો 90-100 વર્ષ કે તેથી વધુ જીવે છે. પરંતુ આવા લોકોની સંખ્યા ઓછી છે.
જો કે આજે અમે તમને એક એવા ગ્રહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં મનુષ્ય 2000 વર્ષ સુધી જીવિત રહી શકે છે. અમે તમને જે ગ્રહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના પર વ્યક્તિનું આયુષ્ય 2000 વર્ષ સુધીનું હોઈ શકે છે.
આ ગ્રહ પૃથ્વીથી 31 પ્રકાશ વર્ષ દૂર છે, જ્યાં મનુષ્ય રહી શકે છે. આ ગ્રહ કદમાં પૃથ્વી કરતાં બે ગણો મોટો છે. આ ગ્રહનું નામ Wolf 1069B છે. આ ગ્રહ લાલ વામન તારાની આસપાસ ફરે છે. આ ગ્રહ સૂર્ય કરતાં 3 ગણો નાનો અને ઠંડો છે. આ ગ્રહ પર જીવન વિશે એવું કહેવાય છે કે પૃથ્વી પર જેટલું ઓક્સિજન અને પાણી છે તેટલું જ અહીં છે.
કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે કોઈ પ્રાણી પહેલેથી જ તે ગ્રહ પર રહે છે. તમને જણાવી દઈએ કે આ ગ્રહ પોતાના તારાની આસપાસ માત્ર 15.6 દિવસમાં પરિક્રમા પૂર્ણ કરે છે.
એટલે જ એવો દાવો કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ અહીં જાય છે તો તે હજારો વર્ષ સુધી જીવિત રહી શકે છે. કારણ કે પૃથ્વીની સરખામણીએ અહીં 85 વર્ષની ઉંમર લગભગ 2000 વર્ષ જેટલી હશે.












Click it and Unblock the Notifications
