For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો, આપણા સૌર મંડળમાં ઉડી રહ્યા છે એલિયન સ્પેસ ક્રાફ્ટ

વર્તમાન સમયમાં એલિયન્સ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે અજીબોગરીબ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર દુનિયામાં એલિયન્સ અને અનઆઇડેન્ટીફાઇટ ફ્લાઇંગ ઓબ્ઝેક્ટ (UFO) અંગે ચોંકાવનારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં એલિયન્સ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે અજીબોગરીબ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર દુનિયામાં એલિયન્સ અને અનઆઇડેન્ટીફાઇટ ફ્લાઇંગ ઓબ્ઝેક્ટ (UFO) અંગે ચોંકાવનારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ વૈજ્ઞાનિકો દ્વારા UFO અંગે ઘણા દાવાએ કરવામાં આવ્યા છે, જેમાં તેમને એલિયનનું અસ્તિત્વ અને અન્ય વિગતો પર પ્રકાશ પાથર્યો છે.

alien

અમેરિકા પર વર્ષોથી એલિયન્સ વિશેની માહિતી છૂપાવવાનો આરોપ છે. ઈન્ટરનેટ પર ઘણા વીડિયો જોવા મળે છે, જેમાં એલિયન્સ કે યુએફઓ જોવાના દાવા કરવામાં આવે છે. કેટલીકવાર આ વીડિયોને એડિટેડ હોવાનું કહેવામાં આવે છે. હવે ફરી એકવાર અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ્સ વિશે આશ્ચર્યજનક દાવો કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોના આ દાવાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

વૈજ્ઞાનિકોઓએ હવે UFO ને અજ્ઞાત એરિયલ ફેનોમેના (UAP) નામ આપ્યું છે. એલિયન પ્લેન અંગે અમેરિકા ખૂબ જ ગંભીર છે. ગયા વર્ષે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે પણ UAP ટાસ્ક ફોર્સની રચના કરી હતી.

એલિયન હન્ટર અને હાર્વર્ડના ખગોળશાસ્ત્રી એવી લોએબે એક નવું સંશોધન કર્યું છે. એવી લોએબે દાવો કરે છે કે, આપણા સૌરમંડળમાં 4 ક્વિન્ટલિયન એલિયન ગ્રહો છૂપાયેલા હોય શકે છે. આપણા સૌરમંડળમાં 4 ક્વિન્ટિલિયન અથવા 4,000,000,000,000,000,000 ઉડતી રકાબી હોય શકે છે.

આપણા સૌરમંડળમાં શોધાયેલો પ્રથમ તારાઓની વસ્તુ હતી

એક મીડિયા રિપોર્ટ અનુસાર આ રિસર્ચ વર્ષ 2017 માં થયેલા રિસર્ચનું ફોલોઅપ છે. એવી લોએબે દ્વારા આ સંશોધન હજૂ સુધી પીઅર સમીક્ષા કરવામાં આવી નથી. વૈજ્ઞાનિકોએ વર્ષ 2017માં 'ઓમુઆમુઆ પર સંશોધન કર્યું હતું. તે આપણા સૌરમંડળમાં શોધાયેલો પ્રથમ તારાઓની વસ્તુ હતી. વૈજ્ઞાનિકો હજૂ પણ વિચિત્ર દેખાતા ઓમુઆમુઆ અંગે ચર્ચા કરી રહ્યા છે. આ વસ્તુ સિગાર જેવી દેખાતી હતી કે, કેમ તે એલિયન વાહન હતું કે નહીં.

સૌરમંડળમાં 40 ડિલિયન ઇન્ટરસ્ટેલર ઓબ્જેક્ટ્સ હોય શકે છે

એવી લોએબે ઓમુઆમુઆ એલિયન પ્લેન હોવાનો દાવો કર્યો ન હતો, પરંતુ શક્યતાને નકારી ન હતી. તેઓએ વૈજ્ઞાનિકોને પૂછ્યું છે કે, આપણા સૌરમંડળમાં ઓમુઆમુઆ જેવા કેટલા પદાર્થો હોઈ શકે છે જેનું ધ્યાન ગયું નથી. જે બાદ વૈજ્ઞાનિકોએ ઓમુઆમુઆ પછી અન્ય ત્રણ તારાઓ વચ્ચેની વસ્તુઓ શોધી કાઢી છે. તેઓએ આઠ વર્ષમાં ચાર વસ્તુઓ શોધી કાઢી છે. આ મુજબ, સૌરમંડળમાં 40 ડિલિયન ઇન્ટરસ્ટેલર ઓબ્જેક્ટ્સ હોય શકે છે.

English summary
Scientists have made a shocking claim, alien space craft are flying in our solar system
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X