હિલેરી ક્લિંટનનું સ્થાન લેશે જોન કેરી

બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ બરાક ઓબામાની આ પ્રથમ પસંદગી છે જેને સેનેટ દ્વારા મંજૂરી આપી દેવાઇ છે. વર્તમાનમાં જોન કેરી વિદેશ મામલાની સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ વિયતનામ યુદ્ધમાં પણ ભાગ લઇ ચૂક્યા છે.
તેમની પસંદગી પર સેનેટર રોબર્ટ મેન્ડેજે જણાવ્યું કે તેઓ આ પદ માટે સર્વથા યોગ્ય છે. આ એક મહત્વપૂર્ણ પદ છે જે આપણા પ્રજાતાંત્રિક દેશ માટે ખૂબ જ જરૂરી છે. એક અન્ય સેનેટર કાર્ડિને તેમના અંગે જણાવ્યું કે ઇરાનમાંથી સેના પરત અને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવામાં તેમનું યોગદાન સરાહનિય છે. તેમણે વિશ્વના કેટલાક પડકારરૂપ વિસ્તારોમાં શાનદાર રીતે કાર્ય કર્યું છે. અમને તેમની ક્ષમતા પર પૂરેપૂરો ભરોશો છે.












Click it and Unblock the Notifications
