પાકિસ્તાન: આત્મધાતી હુમલામાં મંત્રી સહિત 9 લોકોના મોત
{image-23-bomb-blast gujarati.oneindia.com}પેશાવર, 23 ડિસેમ્બર: પાકિસ્તાનના પેશાવર શહેરમાં શનિવારે એક મકાનની બહાર થયેલા આતંકવાદી હુમલામાં તાલિબાની નેતા સહિત નવ લોકોના મોત નિપજ્યું છે. આ હુમલામાં અવામી નેશનલ પાર્ટી (એએનપી)ના વરિષ્ઠ નેતા અને મંત્રી બશીર અહેમદનું પણ મોત નિપજ્યું છે. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત તહરિક-એ-તાલિબાન પાકિસ્તાનના હુમલાની જવાબદારી લીધી છે.
મળતી માહિતી મુજબ આ ઘટના ખ્વાની બજાર નજીક ગીચ વિસ્તારમાં નાલબંધી વિસ્તારમાં શનિવારે સાંજે 69 વર્ષીય બશીર જ્યારે એક મકાનમાંથી નિકળી રહ્યાં હતા. ત્યારે હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ ધમાકામાં ગંભીર ઇજાગ્રસ્ત પામ્યા હોવાથી તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ આ હુમલામાં બશીરના અંગત સચિવ હાજી નૂર મોહમંદ અને થાણા પ્રમુખ અબ્દુસ સત્તાર ખાનનું પણ મોત નિપજ્યું છે.
વરિષ્ઠ અધિકારીઓનું માનવામાં આવે તો આ હુમલામાં 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે જેમાં મોટાભાગના લોકોની સ્થિતી નાજુક છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના પવક્તા એહસાનુલ્લાહ એહસાએ પત્રકારોને ફોન કરી આ હુમલાની જવાબદારી લીધી હતી. તેમને કહ્યું હતું કે બશીરને નિશાનો બનાવવામાં આવ્યો હતો કારણ કે તે તાલિબાન વિરૂદ્ધ બોલનાર સરકારી અધિકારીઓમાંથી એક હતો.












Click it and Unblock the Notifications
