For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનઃ લાહોરની જેલમાં માસૂમ જૈનબના હત્યારાને ફાંસીએ લટકાવાયો

પાકિસ્તાનમાં સાત વર્ષની બાળકી જેનબ અનસારીના બળાત્કાર બાદ તેની નિર્મમતાથી હત્યા કરનાર મોહમ્મદ ઈમરાનને બુધવારે ફાંસી આપી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં સાત વર્ષની બાળકી જેનબ અનસારીના બળાત્કાર બાદ તેની નિર્મમતાથી હત્યા કરનાર મોહમ્મદ ઈમરાનને બુધવારે ફાંસી આપી દેવામાં આવી છે. મોહમ્મદ ઈમરાનને લાહોરની કોટ લખપત જેલમાં ફાંસી આપવામાં આવી અને ફાંસીના સમયે જેનબના પિતા ત્યાં જ હાજર હતા. પાકિસ્તાનમાં મોહમ્મદ ઈમરાનને બધાની સામે ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ 400 રોહિંગ્યાઓએ પશ્ચિમ બંગાળથી ભાગીને હરિયાણા અને કાશ્મીરમાં લીધી શરણઆ પણ વાંચોઃ 400 રોહિંગ્યાઓએ પશ્ચિમ બંગાળથી ભાગીને હરિયાણા અને કાશ્મીરમાં લીધી શરણ

zainab

બુધવારે વહેલી સવારે આપવામાં આવી ફાંસી

ઈમરાનને સવારે 5.30 વાગે ફાંસી આપવામાં આવી. જેનબના પિતા અમીન અનસારી ઉપરાંત તેના ભાઈ અને બે દોસ્ત પણ ત્યાં હાજર હતા. મેજિસ્ટ્રેટ આદિલ સરવાર પણ જેલ પરિસરમાં જ હતા. ઈમરાનને ફાંસી મળ્યા બાદ અનસારીએ પરિવારને ઝડપથી ન્યાય મળવા પર ન્યાયપાલિકાનો આભાર માન્યો હતો. મંગળવારે જેલ ઓથોરિટીઝે મોહમ્મદ ઈમરાન અને તેના પરિવારની મીટિંગ માટે 45 મિનિટનો સમય નક્કી કર્યો હતો. વપરિવારે જેલમાં ઈમરાન સાથે મુલાકાત કરી હતી. ઈમરાન એક સીરિયલ કિલર હતો અને જેનબ પહેલા તેણે 8 બાળકોની હત્યા કરી હતી. ધરપકડ બાદ ઈમરાને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આ પણ વાંચોઃ ગરબાના તાલે અમેરિકન પોલીસ પણ ઝૂમી ઉઠી, જુઓ વીડિયોઆ પણ વાંચોઃ ગરબાના તાલે અમેરિકન પોલીસ પણ ઝૂમી ઉઠી, જુઓ વીડિયો

21 આરોપોમાં મળી હતી મોતની સજા

ઈમરાનને ફેબ્રુઆરીમાં એન્ટી-ટેરરિઝમ કોર્ટ (એટીસી) એ 21 આરોપો હેઠળ મોતની સજા સંભળાવી હતી અને 23 આરોપોમાં તેને આજીવન કેદ કરવામાં આવી હતી. ઈમરાને માસૂમ જેનબનો બળાત્કાર કરી તેની હત્યા કરી દીધી હતી. નવ જાન્યુઆરીએ જેનબની લાશ પંજાબ પ્રાંતના કાસૂરમાં એક કચરાના ઢગલામાં મળી હતી. ચાર જાન્યુઆરીએ જેનબ પોતાની આન્ટીના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. જેનબની લાશ મળ્યા બાદ ઓટોપ્સી રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ હતી કે તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. ઈમરાનની જેનબની હત્યાના બે સપ્તાહ બાદ ધરપકડ કરવામાં આવી હતી. જેનબના બળાત્કાર અને હત્યા બાદ પાકિસ્તાનમાં મોટાપાયે વિરોધ પ્રદર્શનનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.

English summary
Seven-year-old Zainab Ansari's rapist Imran Ali executed by Pakistan in Lahore's Kot Lakhpat jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X