ઈઝરાયેલી સૈનિકોની ગાઝાની મહિલાઓ સાથે શરમજનક હરકત, અંડરવેર સાથે…
ગાઝા પર હુમલા બાદથી ઈઝરાયેલી સેના સામાન્ય નાગરીકો પર અત્યાચાર કરી રહી છે. હવે ઈઝરાયેલી સૈનિકોની શર્મનાક હરકતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.
ગાઝામાં લડતા ઇઝરાયલી સૈનિકોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ઈઝરાયેલના સૈનિકો મહિલાઓના અંડરવેર સાથે રમતા જોઈ શકાય છે.

આ તસવીરોમાં તે ગાઝાના તે વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, જે ઇઝરાયેલે તાજેતરમાં જ યુદ્ધમાં જીત્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલી સૈનિકોએ ગાઝાની મહિલાઓના અંડરવેરની સાથે અપમાનજનક ટિપ્પણીનો વીડિયો પણ બનાવ્યો છે.
વીડિયોમાં ઈઝરાયેલના સૈનિકો કથિત રીતે ગાઝાના એક ખાલી ઘરમાં મહિલાઓના અન્ડરવેર સાથે રમતા જોવા મળી રહ્યા છે. આમાં એક સૈનિકના મોં પર અન્ય એક સૈનિકે અંડરવેર પકડી રાખ્યું છે.
વાયરલ થયેલી તસવીરમાં ઈઝરાયેલનો સૈનિક લાલ રંગની નાઈટી સાથે જોવા મળે છે. આ દરમિયાન તેની આસપાસ બીજા ઘણા સૈનિકો છે. અન્ય એક વાયરલ તસવીરમાં ઈઝરાયેલનો સૈનિક તેના ડ્રેસ ઉપર સફેદ બ્રા પહેરેલા જોવા મળે છે.
Gaza city | Perverts
— Younis Tirawi | يونس (@ytirawi) February 12, 2024
Posted from 3 days ago on an Israeli soldier’s Instagram pic.twitter.com/rffEac9ko0
અન્ય એક વાયરલ તસવીરમાં એક ઈઝરાયલી સૈનિક તેના હથિયાર સાથે રૂમમાં બેઠો છે જ્યારે તેની પાછળ દિવાલ પર મહિલાઓના અંડરગારમેન્ટ લટકેલા જોવા મળે છે. ઈઝરાયેલ સૈનિકોની આ હરકતની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે.
ઇઝરાયલી સૈનિકોની આ હરકતો બાદ સંયુક્ત રાષ્ટ્રનું નિવેદન પણ સામે આવ્યું છે. માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા રવીના શમદાસાનીએ કહ્યું કે, ઇઝરાયલી સૈનિકોની આ હરકત પેલેસ્ટિનિયન મહિલાઓ અને વિશ્વની તમામ મહિલાઓ માટે અત્યંત અપમાનજનક છે.












Click it and Unblock the Notifications
