Bangladesh Crisis: શેખ હસીનાની થશે બાંગ્લાદેશમાં વાપસી, અવામી લીગના નેતાઓએ ખાધી કસમ
Bangladesh Crisis: બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યાના અને દેશ છોડ્યાના બે દિવસ બાદ જ બાંગ્લાદેશમાં શેખ હસીનાની વાપસીના સમર્થનમાં અવાજો ઉઠવા લાગ્યા છે. અવામી લીગ અને તેના સહયોગીઓના નેતાઓએ શેખ હસીનાને બાંગ્લાદેશ પરત લાવવાની પ્રતિજ્ઞા લીધી છે.
દેશમાં અઠવાડિયાના ભારે વિરોધ બાદ શેખ હસીનાએ ગયા સોમવારના રોજ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું, અને દેશ છોડી દીધો હતો. તે હાલમાં ભારતમાં સલામત સ્થળે છે.
બાંગ્લાદેશના ગોપાલગંજમાં અવામી લીગના નેતાઓએ જણાવ્યું છે કે, જ્યાં સુધી શેખ હસીનાને સન્માન સાથે બાંગ્લાદેશ પરત લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આરામ કરશે નહીં.
અવામી લીગના કાર્યકરો બુધવારે ગોપાલગંજના તુંગીપારા ખાતે બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની કબરની સામે એકઠા થયા હતા અને તેમના નેતાને પરત લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, અવામી લીગના ગોપાલગંજ જિલ્લા પ્રમુખ મહેબૂબ અલી ખાને બપોરે શપથ ગ્રહણ સમારોહનું સંચાલન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગોપાલગંજ જિલ્લા અવામી લીગના મહાસચિવ જીએમ સાહેબ ઉદ્દીન આઝમે કહ્યું કે, તેઓ રાજકીય લડાઈ લડશે, અને જ્યાં સુધી તેઓ શેખ હસીના અને તેની બહેન શેખ રીહાન્નાને દેશમાં પરત નહીં લાવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે.
શેખ હસીનાની વાપસીના સંકેત - આ પહેલા તેઓ ગોપાલગંજ શહેરથી શોભાયાત્રા સાથે તુંગીપારા મકબરા પહોંચ્યા હતા. ત્યાં બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
અવામી લીગના નેતાઓએ આ શપથ એવા સમયે લીધા છે, જ્યારે શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદે બાંગ્લાદેશની રાજનીતિમાં પરત ફરવાના સંકેત આપ્યા છે.
એક વીડિયો સંદેશમાં સજીબ વાઝેદે જણાવ્યું હતું કે, મેં કહ્યું હતું કે, અમારો પરિવાર રાજકારણમાં પાછો નહીં આવે, પરંતુ જો અમારા નેતાઓ અને કાર્યકરોને હેરાન કરવામાં આવે તો અમે ચૂપ રહી શકીએ નહીં.
શેખ હસીના અભી જિંદા હૈ - વાજેદે પાર્ટીના નેતાઓને મજબૂત ઊભા રહેવાની અપીલ કરી અને જણાવ્યું છે કે, આવામી લીગ ખતમ નથી થઈ. તે સૌથી મોટો લોકશાહી રાજકીય પક્ષ છે. અવામી લીગને ખતમ કરવું સરળ નહીં હોય. તેમણે દાવો કર્યો હતો કે, અવામી લીગ વિના નવા લોકતાંત્રિક બાંગ્લાદેશનું નિર્માણ શક્ય નથી.
વાજેદે પાર્ટીના નેતાઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, અમે તમારી સાથે છીએ. શેખ હસીના મર્યા નથી. અમે બંગબંધુનો પરિવાર છીએ. અમે ક્યાંય ગયા નથી. દેશ અને અવામી લીગને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ સમયે જે કોઈ દેશની જવાબદારી સંભાળે છે, હું તેને કહેવા માંગુ છું કે, અમે પણ આતંકવાદ મુક્ત બાંગ્લાદેશ ઈચ્છીએ છીએ. આ માટે અમે કોઈપણ સાથે વાતચીત શરૂ કરવા તૈયાર છીએ.












Click it and Unblock the Notifications
