Video: બાળક પરથી પાસર થઇ ગઇ વાન, પછી શું થયું?
ચીનમાં એક એવી ઘટના બની, જેને કારણે સૌ કોઇ આશ્ચર્યચકિત રહી ગયા હતા. ચીનમાં ત્રણ વર્ષના એક બાળક પર વાન ચડી ગઇ હતી. આ અંગે વધુ વાંચો અહીં
ચીનમાં એક એવી ઘટના બની, જેને કારણે સૌ કોઇ આશ્ચર્યચકિત રહી ગયા હતા. પહેલા તો લોકોને લાગ્યું કે, ખેલ ખતમ. પરંતુ આપણે ત્યાં કહેવત છે ને, રામ રાખે તેને કોણ ચાખે? ચીનમાં આ જ કહેવતને સાચી ઠરાવતો એક કિસ્સો બન્યો હતો. ત્રણ વર્ષના એક બાળક પર વાન ચડી ગઇ, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે બાળક બચી ગયું. આને ચમત્કાર જ કહી શકાય, આ ઘટનાથી આજુ-બાજુના સૌ કોઇ ચોંકી ગયા હતા. ચીન ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક(CGTN)ના ફેસબૂક પેજ પર આ ઘટનાનો વીડિયો મુકવામાં આવ્યો છે. વીડિયો જોતાં પહેલી નજરે ખાસો ચોંકાવનારો લાગે છે.

આ ઘટના ચીનના ક્વાજાંઊ શહેરનો છે. એક ઘરની બહાર કેટલાક લોકો બેઠેલા છે, એ સમયે એક વાન આવીને ત્યાં ઊભી રહે છે અને એક મહિલા વાનમાંથી બોક્સ કાઢવા માટે આગળ આવે છે. મહિલાની પાછળ-પાછળ એક બાળક પણ આવે છે અને વાન આગળ આવી ઊભું રહે છે. મહિલા સામાન કાઢી લે છે અને વાન આગળ વધી જાય છે. બાળક ક્યાંય દેખાતું નથી. વાન પસાર થઇ ગયા બાદ રસ્તા પર બાળક પડેલું જોવા મળે છે. લોકો એ તરફ દોડી જાય છે અને ખબર પડે છે કે, ચમત્કારિક રીતે બાળક જીવે છે. CGTN અનુસાર, આ બાળકને કોઇ ઇજા પહોંચી નથી.












Click it and Unblock the Notifications
