અમેરિકા: કોલોરાડોના ફાયરિંગમાં બેની મોત, 1 ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકામાં બીજા દિવસ પણ મોટી ઘટના સામે આવી છે. પહેલા ન્યૂયોર્કના મેનહેટનમાં આતંકી હુમલામાં 8 લોકો ટ્રક નીચે કુચડાયા તે પછી અમેરિકાના થોર્નટનના કોલોરાડોમાં વોલમાર્ટ ગ્રાંન્ટ સ્ટ્રીટ પર ફાયરિંગના ખબર આવ્યા છે. 102 ગ્રાન્ડ સ્ટ્રીટ પર ફાયરિંગ કરવામાં આવી છે. થોર્નટન પોલીસે આ મામલે જાણકારી આપતા કહ્યું છે કે ફાયરિંગમાં વોબમાર્ટના 9900 ગ્રાન્ટ સ્ટ્રીટમાં આ હુમલો થયો છે. સ્થાનિક પોલીસે જાણકારી વધુમાં જણાવ્યું કે આ ફાયરિંગમાં બે લોકોની મોત થઇ છે. અને એક મહિલા ઇજાગ્રસ્ત થઇ છે. આ ઘટના પછી સમગ્ર સ્ટોરને ખાલી કરવામાં આવ્યો છે. જો કે ફાયરિંગ કરનાર વ્યક્તિ અહીંથી ભાગી ચૂક્યો છે. જો કે આ ફાયરિંગ પાછળનું સાચું કારણ હજી નથી જાણી શકાયું. અને અન્ય લોકોને પણ આ વિસ્તારથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ ઘટનાના સાક્ષી ડોમિનિક ગ્રેસિયાએ જણાવ્યું કે તેમને અને તેના પુત્રને લાગ્યું કોઇ ફુગ્ગો ફૂટો છે પણ પાછળથી ખબર પડી કે ત્યાં ફાયરિંગ થઇ રહ્યું છે.

america

ત્યારે હાલમાં જ બનેલી આ ઘટના અંગે સ્થાનિક પોલીસે વધુ જાણકારી ભેગી કરવાની શરૂઆત કરી લીધી છે. અને આ અંગે હાલ ત્યાં તપાસ ચાલી રહી છે. વોલમાર્ટમાં હાલ જે લોકો ફસાયેલા હતા તેમને પણ સલામત રીતે બહાર નીકળવામાં આવ્યા છે. અને હાલ સ્થિતિ કાબુમાં છે તેમ પોલીસે જણાવ્યું છે.  આશંકા છે. એક મહિલાએ જણાવ્યું કે તેણે સ્ટોરની અંદર લગભગ 30 જેટલા રાઉન્ડ ફાયરનો અવાજ સાંભળ્યો છે. ત્યારે એક પછી એક થઇ રહેલા હુમલાથી અહીંના લોકો ભયભીત અને દુખી છે.

English summary
Shooting at Walmart on Grant Street in Thornton of Colorado multiple parties down
Please Wait while comments are loading...