For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

USમાં ભારતીય શીખ પર હુમલો, હુમલાખોરે કહ્યું-પોતાના દેશ પાછા ફરો

એક અજ્ઞાત હુમલાખોરે 39 વર્ષના શીખને ગોળી મારતાં ભારતીય શીખ ઇજાગ્રસ્ત થયો હતો. હુમલાખોરે ગોળી માર્યા બાદ કહ્યું, પોતાના દેશ પાછા ફરો.

By Shachi
|
Google Oneindia Gujarati News

અમેરિકા ની ધરતી પર ફરી એકવાર ભારતીયો સાથે ખોટો વ્યવહાર થયો છે. અહીંના વૉશિંગટન સ્ટેટના કેન્ટ શહેરમાં એક અજ્ઞાત હુમલાખોરે 39 વર્ષના શીખ ને ગોળી મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. હુમલાખોરે ગોળી માર્યા બાદ કહ્યું, પોતાના દેશ પાછા જાઓ.

shooting

આ ઘટના શનિવારે સાંજે બની હતી, જ્યારે શીખ પોતાના ઘરની બહાર વાહનમાં કંઇ કામ કરી રહ્યાં હતા. કેન્ટ પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર, શીખ વ્યક્તિ અને હુમલાખોર વચ્ચે કોઇ વાતે બોલાચાલી થઇ હતી. ઇજાગ્રસ્ત થયેલા શીખ વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, ગોળી મારનારે તેમને પોતાના દેશ પરત ફરવા જણાવ્યું હતું. આ હુમલાખોરની શોધખોળ ચાલુ છે.

અહીં વાંચો - હરનિશ પટેલ: ભારતીય મૂળના વધુ એક નાગરિકની અમેરિકામાં થઇ હત્યાઅહીં વાંચો - હરનિશ પટેલ: ભારતીય મૂળના વધુ એક નાગરિકની અમેરિકામાં થઇ હત્યા

છેલ્લા બે અઠવાડિયામાં યુએસમાં જાતિવાદ થી પ્રેરાઇને ભારતીયો પર થયેલો આ ત્રીજો હુમલો છે. પીડિત વ્યક્તિએ જણાવ્યું કે, આરોપી 6 ફૂટ લાંબો શ્વેત નાગરિક હતો અને તેણે મોઢા પર માસ્ક પહેર્યો હતો. પીડિતને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, આમ છતાં તેમના પરિવારજનો હજુ પણ ખાસા ડરેલા છે.

English summary
A Sikh man was shot at in Seattle after being told to go back to his own country. The Kent police are looking for the gunman who walked into the driveway and shot at the Sikh man.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X