For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇટલીના પૂર્વ પ્રધાનમંત્રી બર્લુસ્કોનીને ચાર વર્ષની સજા

|
Google Oneindia Gujarati News

berlusconi
મિલાન, 27 ઓક્ટોબર: ઇટલીની એક અદાલતે પૂર્વ પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોનીને ટેક્સ ગોટાળાના કેસમાં ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સાથે સાથે તેમને 1 કરોડ યૂરોનો દંડ ચૂકવવો પડશે તેમજ બર્લુસ્કોની પાંચ વર્ષ સુધી કોઇપણ સરકારી પદ મેળવી શકશે નહી.

શુક્રવારે અદાલતે અમેરિકન ફિલ્મોને ટેલિવિઝન પર બતાવવાના અધિકારને લઇને બર્લુસ્કોનીને દોષી ઠરાવવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર 2000થી 2003 સુધીમાં બર્લુસ્કોનીના પરિવારના નામે રજીસ્ટર કરાયેલી મીડિયાસેટ બ્રોડકાસ્ટીંગ કંપનીએ એક કરોડ યૂરોથી વધારેનો ટેક્સ ભર્યો નથી.

જોકે છ વર્ષ પહેલા બનેલા એક માફી કાનૂન હેઠળ બર્લુસ્કોનીની સજા માત્ર એક વર્ષની થઇ ગઇ છે. આ કાનૂનનો ઉદ્દેશ્ય જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડો કરવાની હતી.

જોકે અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર 76 વર્ષીય બર્લુસ્કોનીની જેલ જવાની સંભાવના ખુબ જ ઓછી છે કારણ કે માનવામાં આવે છે તેઓ આ નિર્ણય પર મુલાકાત કરશે. અને આ પ્રક્રિયામાં ઘણા વર્ષો નીકળી જશે.

આ ઉપરાંત ઇટલીના કાનૂનમાં 70 વર્ષથી મોટી ઉંમરના કેદી સાથે નરમીથી વર્તે છે, અને માત્ર એવા લોકોને જ જેલમાં મોકલવામાં આવે છે જે લોકો સમાજ માટે ખતરારૂપ છે.

English summary
Former Italian prime minister Silvio Berlusconi was on Friday sentenced to four years in jail, quickly reduced to one - for tax fraud with Italy's lengthy appeals process likely to ensure he never sees the inside of a prison cell.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X