For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રમ્પ-કિમની મુલાકાત પર સિંગાપોર ખર્ચ કરશે 100 કરોડ

સિંગાપોરના પ્રધાનમંત્રી લી શિયેન લૂંગે કહ્યુ છે કે તેમનો દેશ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉનની મુલાકાત માટે લગભગ 20 મિલિયન સિંગાપોર ડૉલર ખર્ચ કરવા જઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાની નજર હાલમાં સિંગાપોર તરફ છે જ્યાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉનની મુલાકાત થવા જઈ રહી છે. સિંગાપોરના પ્રધાનમંત્રી લી શિયેન લૂંગે કહ્યુ છે કે તેમનો દેશ આ મુલાકાત માટે લગભગ 20 મિલિયન સિંગાપોર ડૉલર ખર્ચ કરવા જઈ રહ્યો છે. ભારતીય મુદ્રામાં આ રકમ 100 કરોડ રૂપિયાથી વધુ થાય છે. પ્રધાનમંત્રી લી શિયેન લૂંગ મુજબ આ રકમમાંથી અડધી તો માત્ર સુરક્ષા માટે ખર્ચ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે એક આંતરરાષ્ટ્રીય પહેલના કારણે આ ખર્ચ વાજબી છે અને આમાં સિંગાપોરનું હિત પણ છે.

બંને નેતા સિંગાપોર પહોંચી ગયા

બંને નેતા સિંગાપોર પહોંચી ગયા

મંગળવારે સિંગાપોરના સેંટોસામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉનની મુલાકાત માટે બંને નેતા સિંગાપોર પહોંચી ગયા છે. કિમ જોંગ-ઉને સિંગાપોરના પ્રધાનમંત્રી લી શિયેન લૂંગને મુલાકાત બાદ કહ્યુ કે જો શિખર સંમેલનમાં કોઈ સમજૂતી થાય તો સિંગાપોરને આના માટે ઈતિહાસમાં યાદ કરવામાં આવશે. આ તરફ અમેરિકા એ આશા રાખી રહ્યુ છે કે આ મુલાકાતમાં તે કિમ જોંગ-ઉન પાસેથી પરમાણુ હથિયાર છોડાવવા માટે તે કોઈ વચન લઈ શકશે.

સિંગાપોર જ કેમ?

સિંગાપોર જ કેમ?

સિંગાપોરને આ મુલાકાત માટે મંગોલિયા, સ્વિડન, સ્વિત્ઝરલેન્ડ અને બંને કોરિયાઈ દેશો વચ્ચે પડનાર અસૈનિકકૃત વિસ્તારો ઉપર પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. પાંચ જૂને સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણને વૉશિંગ્ટનમાં કહ્યુ, "આ યજમાની માટે સિંગાપોરે જાતે પોતાનો હાથ ઉંચો નથી કર્યો પરંતુ અમેરિકનોએ આના માટે અમને કહ્યુ હતુ." તેમણે કહ્યુ, "મને લાગે છે કે સિંગાપોરના લોકોને આના પર ગર્વ થશે...અમને એ માટે પસંદ કરવામાં આવ્યા છે કારણકે તેઓ જાણે છે કે અમે નિષ્પક્ષ, ભરોસાપાત્ર અને સુરક્ષિત છે." દુનિયાભરમાં સિંગાપોરને એક સુરક્ષિત અને વ્યવસ્થિત શહેર તરીકે જોવામાં આવે છે. જ્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને જનસભાઓ પર ટાંકીને નજર રાખવામાં આવે છે. સિંગાપોર અને ઉત્તર કોરિયાના રાજકીય સંબંધો સિત્તેર દાયકાથી છે પરંતુ ઉત્તર કોરિયાના છઠ્ઠા પરમાણુ પરિક્ષણ બાદ સિંગાપોરે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા ઉત્તર કોરિયા સાથે વ્યાપારી સંબંધો તોડી નાખ્યા હતા. સિંગાપોરમાં અમેરિકા અને ઉત્તર કોરિયા બંને દેશોની એમ્બેસી છે. આનો અર્થ એ થયો કે અહીં બંને દેશો વચ્ચે ગુપચૂપ ડાયલૉગની સંભાવના પણ છે. સિંગાપોર ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગની પણ અપેક્ષાકૃત નજીક છે.

સિંગાપોરના મીડિયા અને સરકારનું વલણ

સિંગાપોરના મીડિયા અને સરકારનું વલણ

આ શિખર સંમેલનની યજમાની માટે સિંગાપોર જ કેમ બહેતર વિકલ્પ હતો? આ સવાલ પર સિંગાપોરના નેતા ફેરવી તોળે છે. પ્રધાનમંત્રી લી શિયેન લૂંગનું કહેવુ છે કે સિંગાપોર બંને દેશો માટે રાજકીય રીતે સ્વીકાર્ય છે કારણકે બંને પક્ષો સાથે તેને મૈત્રીપૂર્ણ સંબંધો છે. એવા સમાચાર આવ્યા હતા કે ઉત્તર કોરિયાએ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે આ સંમેલનનો ખર્ચ ઉપાડવાની અસમર્થતા દર્શાવી હતી. આના પર સિંગાપોરે કહ્યુ કે તેમનો દેશ આ ખર્ચ ઉપાડવા માટે ઈચ્છુક છે અને એક ઐતિહાસિક મુલાકાતમાં આ તેમની નાનકડી ભૂમિકા હશે.

English summary
singapore will spend 100 cr on donald trump kim jong un meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X