પેરુમાં મળ્યા 140 બાળકોના શબ, માનવ ઈતિહાસમાં સૌથી વધુ નરબલિનો દાવો

લેટિન અમેરિકી દેશ પેરુના ઉત્તરી તટ પર આર્કિઓલોજિસ્ટની એક ટીમે દાવો કર્યો છે કે તેમને ખોદકામ દરમિયાન લગભગ 140 બાળકોના અવશેષો મળ્યા છે.

લેટિન અમેરિકી દેશ પેરુના ઉત્તરી તટ પર આર્કિઓલોજિસ્ટની એક ટીમે દાવો કર્યો છે કે તેમને ખોદકામ દરમિયાન લગભગ 140 બાળકોના અવશેષો મળ્યા છે. આટલી માત્રામાં અવશેષ મળ્યા હોય તેવો માનવ ઈતિહાસનો આ સૌથી મોટો કેસ બતાવવામાં આવી રહ્યો છે. આર્કિઓલોજિસ્ટની રિસર્ચ ટીમનું માનવું છે કે તેમની પાંસળીઓ તોડીને તેમના હ્રદય બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને તે કોઈ ધાર્મિક બલિ જેવુ પ્રતિત થાય છે. રિસર્ચ ટીમને ખોદકામ દરમિયાન 200 લામા (એક પ્રકારનું જાનવર) ના અવશેષ પણ મળ્યા છે.

peru

5 થી 14 વર્ષના બાળકોના અવશેષ

આર્કિયોલોજિસ્ટ ટીમે શુક્રવારે કહ્યું કે જે 140 બાળકોના કંકાલ મળ્યા છે તેમની ઉંમર 5 થી 14 વર્ષ વચ્ચેની છે. રિસર્ચ ટીમની માનીએ તો લગભગ 550 વર્ષ પહેલા બાળકોની બલિ ચઢાવવામાં આવી હતી. નેશનલ યુનિવર્સિટી ત્રુજિલોમાં આર્કિઓલોજિસ્ટ પ્રોફેસર ગેબ્રિયર પ્રિયટો કહે છે કે બાળકોને એક ધાર્મિક બલિના રુપે ત્યાગ કરવા પડ્યા કારણકે તે જ આગામી ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરતા હતા.

peru 1

મોત માટે ચાલીને ગયા હતા બાળકો

પ્રિયટોએ કહ્યું કે શોધકર્તાઓને પગના નિશાન પણ મળી આવ્યા છે. પૌરાણિક શહેર ચાન ચાનથી લગભગ 1.5 કિમી સુધી બાળકો પોતાના મોત માટે ચાલીને ગયા હતા. અહેવાલો અનુસાર અવશેષોને જોઈને લાગે છે કે બાળકોના હ્રદય કાઢવા માટે તેમના પેટ અને પાંસળીઓને કાપવામાં આવ્યા હતા.

peru 2

2011 માં પણ મળ્યા હતા અવશેષ

અહેવાલ અનુસાર આ અવશેષોમાં છોકરા છોકરીઓ બંને શામિલ છે. હાવર્ડ વિશ્વવિદ્યાલયમાં પુરાતત્વ અને એથ્નોલોજીના પીબૉડી સંગ્રહાલયના નિર્દેશક જેફરી ક્લિટરે તેને ઉલ્લેખનીય ખોજ રુપી બતાવી છે. પેરુમાં 2011 માં ખોદકામ દરમિયાન 76 લામાઓ અને 42 બાળકોના અવશેષ મળ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X