For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાનો દાવો- ઓસામા બિન લાદેનના પુત્ર હમઝાનું મોત

આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાના માર્યા ગયેલા પ્રમુખ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનનું મોત થયુ છે.

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાના માર્યા ગયેલા પ્રમુખ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનનું મોત થયુ છે. આની માહિતી અમેરિકી ખુફિયાએ આપી છે. ત્રણ અમેરિકી અધિકારીઓનો હવાલો આપીને મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાને ખુફિયા માહિતી મળી છે કે અલકાયદા નેતા ઓસામા બિન લાદેનનો પુત્ર અને સંભવિત ઉત્તરાધિકારી હમઝા મરી ગયો છે.

hamza laden

એનબીસી ન્યૂઝના રિપોર્ટ મુજબ એ સ્પષ્ટ નથી કે શું અમેરિકાએ તેના મોતની પુષ્ટિ કરી છે. એટલુ જ નહિ આ અધિકારીઓએ એ વાત પણ સ્પષ્ટ નથી કરી કે હમજાનું ક્યાં અને ક્યારે મોત થયુ છે અને એ પણ જણાવ્યુ નથી કે તેના મોતમાં અમેરિકાની કોઈ ભૂમિકા છે કે નહિ. 2018માં અલ કાયદાની મીડિયા શાખા દ્વારા જાહેર કરાયેલ પોતાના અંતિમ સાર્વજનિક નિવેદનમાં હમજાએ સાઉદી અરબને ધમકી આપી હતી અને અરબ પ્રાયદ્વીપના લોકોનો વિદ્રોહ કરવા માટે કહ્યુ હતુ.

આંતરરાષ્ટ્રીય નિકાય અનુસાર હમજા બિન લાદેનને 11 સપ્ટેમ્બરના હમલા પાછળ એક મુખ્ય ભૂમિકા આપવામાં આવી હતી. અમિરાકએ હમજા ઉપર 1 મિલિયન ડૉલરનું ઈનામ રાખ્યુ છે. વર્ષ 2017માં અમેરિકાએ હમજા બિન લાદેનને વૈશ્વિક આતંકી ઘોષિત કર્યો હતો. તમને જણાવી દઈએ કે 2011માં ઓસામા બિન લાદેનના મોત બાદ હમજાએ અલકાયદાની ગાદી સંભાળી લીધી હતી.

આ પણ વાંચોઃ EDની પૂછપરછ બાદ ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદનઆ પણ વાંચોઃ EDની પૂછપરછ બાદ ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન

English summary
slain al Qaeda leader Osama bin Laden's son hamza bin Laden is dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X