For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમાલિયાઃ રાજધાની મોગદિશુમાં આત્મઘાતી હુમલો, 7ના મોત, આ સંગઠને લીધી જવાબદારી

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક આઈસક્રીમ શૉપ પર એક આત્મઘાતી હુમલો થયો. જેમાં કમસે કમ 7 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

મોગાદિશુ આત્મઘાતી હુમલોઃ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક આઈસક્રીમ શૉપ પર એક આત્મઘાતી હુમલો થયો. જેમાં કમસે કમ 7 લોકોના મોત થયા છે. અલજઝીરના જણાવ્યા મુજબ વરિષ્ઠ પોલિસ અધિકારી મોહમ્મદ દાહિરે કહ્યુ કે આ હુમલામાં 10થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે મરનારની સંખ્યા વધી શકે છે કારણકે ઘાયલોમાંથી અમુક લોકોની હાલત અતિ ગંભીર છે. હાલમાં હુમલાની જવાબદારી અલકાયદા સાથે જોડાયેલ ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલ-શબાબે લીધી છે. સોમાલિયા સરકારના પ્રવકતા સલાહ ઉમર હસને પણ આ હુમલાની પુષ્ટિ કરી છે.

somalia bomb

વિદેશી મીડિયા રિપોર્ટ મુજબ મોગાદિશુમાં એક આઈસક્રીમ શૉપ પાસે આ હુમલો અમેરિકાના કાર્યવાહક રક્ષા સચિવ ક્રિસ્ટોફર મિલરની મુલાકાતના અમુક કલાકો બાદ કરવામાં આવ્યો. ક્રિસ્ટોફર મિલ મોગાદિશુમાં અમેરિકી રાજદૂત અને સૈન્ય કર્મચારીઓને મળવા આવ્યા હતા. પોલિસના જણાવ્યા મુજબ હુમલો ગાલેટો ડિવિનો રેસ્ટોરાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે થયો. જે મોગાદિશુના કેન્દ્રમાં K4 જંક્શન પાસે સ્થિત છે.

આ પહેલા 17 નવેમ્બરે મોગાદિશુમાં પાંચ લોકો માર્યા ગયા હતા. 17 નવેમ્બરે એક આત્મઘાતી હુમલાખોરે એક પોલિસ એકેડમી પાસે ખુદને ઉડાવી લીધો હતો. ગયા 30 વર્ષોમાં સશસ્ત્ર સમૂહ અને સોમાલી સરકારી બળો વચ્ચેની લડાઈમાં હજારો લોકો માર્યા ગયા છે. આતંકી સંગઠન અલ-શબાબે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં રાજધાની મોગાદિશુમાં આતંકી હુમલો કર્યો હતો. આ બૉમ્બ હુમલામાં 10 નાગરિક અને એક પોલિસ અધિકારી માર્યા ગયા હતા.

કર્ણાટકઃ CM યેદિયુરપ્પાના રાજકીય સચિવે કરી આત્મહત્યાની કોશિશકર્ણાટકઃ CM યેદિયુરપ્પાના રાજકીય સચિવે કરી આત્મહત્યાની કોશિશ

English summary
Somalia: Suicide bomber attack in Mogadishu, seven people killed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X